Surat News/ સુરતના સ્ટીલ પ્લાન્ટમાં ભીષણ આગ, 4 લોકોના દાઝી જવાથી મોત

નમસ્તે, આજે નવું વર્ષ, નવો દિવસ અને નવી તારીખ છે, ચાલો 1લી જાન્યુઆરી 2025 થી નવા વર્ષની શરૂઆત કરીએ.વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે.

Top Stories Gujarat

Surat News: નમસ્તે, આજે નવું વર્ષ, નવો દિવસ અને નવી તારીખ છે, ચાલો 1લી જાન્યુઆરી 2025 થી નવા વર્ષની શરૂઆત કરીએ.વર્ષના અંતિમ દિવસે શહેરમાં આગ લાગવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના હજીરા વિસ્તારમાં આવેલી AMNS ઈન્ડિયા કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ લાગી હતી, આ આગમાં કુલ 4 લોકોના મોત થયા હતા. સુરતમાં વર્ષના અંતિમ દિવસે બનેલી આગની ઘટના હવે શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

સુરતની AMNS કંપનીમાં આગનો મામલો મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે  પરિવારજનોએ કંપનીના માલિકો સામે આક્ષેપો કર્યા છે. અને  હજુ સુધી કંપનીના કોઈ અધિકારી ફરક્યા નથી તેવું તે લોકોનું કહેવું છે. પરિવારજનો DNA ટેસ્ટની વાત કરી પણ કંપનીના અધિકારી ફરક્યા નહીં તેવો તેમનો આક્ષેપ છે. આપને જણાવી દઈએ એક જ પરિવારના બે સભ્યોના દુર્ઘટનામાં થયા છે. અને આ  મોતનો  કંપની તરફથી હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. આગની ઘટનામાં કુલ ચાર લોકોના નિપજ્યા છે મોત પોલીસ પણ ફરિયાદ ન લેતી નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 

સુરતમા હજીરાની AMNS કંપનીમાં બ્લાસ્ટનો મામલે સવાલોના ઘેરામાં આવી  છે આ આગની સમગ્ર દુર્ઘટના બનાવના 4 કલાક બાદ પરિવારને જાણ કરાઈ મોત થયું હોવા છતાં ચુપોઅવાયું હોવાના પરિવારના આક્ષેપ છે.  ગત સાંજે 6 વાગ્યાની આજુ બાજુ બની હતી બ્લાસ્ટની ઘટના પોલીસને પણ દુર્ઘટનાના કલાકો બાદ જાણ કરાઈ હતી. કંપનીના કોરેક્ષ-2 પ્લાન્ટમાં થયો હતો બ્લાસ્ટ સમગ્ર ઘટનામાં કુલ 4 લોકોના કરૂણ મોત થયા હતા.

આ મુદ્દે કંપની દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે,”AMNS હજીરાની કામગીરીમાં સાધનસામગ્રીની નિષ્ફળતાને કારણે કોરેક્સ પ્લાન્ટમાં અકસ્માતની જાણ કરતાં અમને દુઃખ થાય છે. સાંજે લગભગ છ વાગ્યે શટડાઉન કર્યા પછી યુનિટને ફરીથી શરૂ કરતી વખતે આ અકસ્માત થયો હતો. એક ખાનગી કંપનીના ચાર કોન્ટ્રાક્ટ કામદારો નજીકની લિફ્ટ (લિફ્ટ) પર જાળવણી કરતી વખતે તેમાં ફસાઈ ગયો હતો અને એક કર્મચારીને સામાન્ય ઈજાઓ થઈ હતી અને તેને તાત્કાલિક પ્લાન્ટ પરિસરમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની હાલત છે સુધારો.

કટોકટી પ્રોટોકોલ સક્રિય

કંપનીએ એમ પણ કહ્યું કે, “અમે અસરગ્રસ્ત કર્મચારીઓના પરિવારોને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છીએ. તમામ ઇમરજન્સી પ્રોટોકોલ તાત્કાલિક સક્રિય કરવામાં આવ્યા હતા અને વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.” કંપનીના કોરેક્સ પ્લાન્ટમાં આગ કેવી રીતે લાગી તે અંગે કંપની અને પોલીસ તપાસ કરી રહી છે જેમાં 4 કામદારોના મોત થયા છે.

મૃતકોના નામ

(1) જીજ્ઞેશ દિલીપકુમાર રહે અડાજણ સુરત પટેલ

(2) પતિ જવાહર ફલીને વ્યારા રહેવાસી ધવલકુમાર નરેશભાઈ

(3) પટેલ સંદીપકુમાર અશોકભાઈ ખંડાલ મુહવા કોટડા સુરત ગુજરાત

(4) ગણેશ સૂરજ બુધ રહે, બાલાપુર રોડ દશેરા નગર સેગાઓ ભુલદાન

મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. હજીરા પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતમાં સ્ટીલ પ્લાન્ટમાં આગ

 સુરત નજીક હજીરામાં આવેલા સ્ટીલ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 4 કામદારોના મોત થયા હતા. સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે અકસ્માતની પુષ્ટિ કરી છે. આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા)ના પ્લાન્ટમાં આગ લાગી હતી. સળગતા કોલસો પ્લાન્ટના એક ભાગમાં અચાનક ફેલાઈ ગયો હતો, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. કોરેક્સના પ્લાન્ટમાં ઇન્સ્ટ્રુમેન્ટ ફેલ થવાને કારણે આ અકસ્માત થયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં 20 વર્ષ પહેલા પત્નીની હત્યા કરનાર એરફોર્સના પૂર્વ જવાનને ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો

આ પણ વાંચો:સુરતમાં 20 દિવસ પહેલા રાખેલા નોકરે કરી 1.27 લાખ રોકડાની ચોરી

આ પણ વાંચો:સુરતમાં પતિ બન્યો હેવાન, બે દિકરીઓ સામે પત્નીનું ગળુ કાપી કરી હત્યા