Surat News : સુરતમાં વધુ એક હચમચાવી નાંખતી ઘટના સામે આવી છે. આ બનાવ સુરતના ગોડાદરા વિસ્તારમાં બન્યો હતો. જેમાં હેવાન બનેલા પતિએ ઉંઘી રહેલી પત્નીનું ગળુ કાપીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પત્નીની હત્યા વખતે તેની બન્ને દિકરીઓ તેની નજર સામે હતી. માતાની હત્યા થતા જોઈને બન્ને દિકરીઓ હેબતાઈ ગઈ હતી.
માતાનું ગળુ કપાયેલી હાલત જોઈને બન્ને દિકરીઓએ બુમાબુમ કરી મુકી હતી. દરમિયાન પરિવારજનો એકઠા થઈ ગયા હતા. બાદમાં લોહીલુહાણ હાલતમાં મહિલાને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે ફરજ પરના ડોક્ટરે મહિલાને તપાસીને મૃત જાહેર કરી હતી.
આ પણ વાંચો:સુરતના પાંડેસરામાં નકલી ડોક્ટર ઝડપાયા, 10 નકલી ડોક્ટરો અને બોગસ ડિગ્રી આપનારા 3 શખ્સોની ધરપકડ
આ પણ વાંચો:નકલી ડિગ્રી કૌભાંડમાં ઘટસ્ફોટ, રાજ્યમાં 4 હજાર નકલી અને 1281 બોગસ ડોક્ટર
આ પણ વાંચો:પાટણમાં નકલી ડોક્ટરે અનાથ બાળકનો કર્યો રૂ. 1.20 લાખમાં સોદો
