Banaskantha News/ બનાસકાંઠાની પ્રાથમિક શાળાઓમાં ચાલુ ક્લાસે શિક્ષકો નહીં વાપરી શકે મોબાઈલ

Banaskantha જિલ્લાની પ્રાથમિક શાળાઓ માટે નવો પરિપત્ર જાહેર કરાયો છે. શિક્ષણ સુધારવા માટે ચાલુ શાળાએ શિક્ષકોના મોબાઈલ વપરાશ અને બિનશૈક્ષણિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકાયો છે.

Gujarat Top Stories Others
Banaskantha Primary School Mobile Ban

Banaskantha Primary School Mobile Ban: બનાસકાંઠા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણનું સ્તર વધુ સંગીન અને અસરકારક બનાવવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના અભ્યાસ કાર્યમાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન આવે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ આકરો નિર્ણય લેવાયો છે. નવા નિયમ મુજબ, હવે શાળાના ચાલુ સમય દરમિયાન શિક્ષકોના પર્સનલ મોબાઈલ વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

Banaskantha Primary School Mobile Ban

Banaskantha : શિક્ષકોએ મોબાઈલ આચાર્ય પાસે જમા કરાવવા પડશે

નવા જાહેર થયેલા પરિપત્ર અનુસાર, શાળાનો સમય શરૂ થતાંની સાથે જ તમામ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન સ્વીચ ઓફ અથવા સાયલન્ટ કરીને શાળાના આચાર્ય (પ્રિન્સિપાલ) પાસે જમા કરાવી દેવાના રહેશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (TPEO), બી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ, મદદનીશ કેળવણી નિરીક્ષકો અને સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સને આ નવી આચારસંહિતાનો જિલ્લાની દરેક શાળામાં અક્ષરશઃ અને ચુસ્ત અમલ કરાવવા માટે કડક નિર્દેશો જારી કર્યા છે.

Banaskantha Primary School Mobile Ban

વિદાય સમારંભ જેવા બિનશૈક્ષણિક કાર્યો પર પ્રતિબંધ

મોબાઈલ પ્રતિબંધ ઉપરાંત, આ પરિપત્રમાં શાળાઓની ગુણવત્તા સુધારવા માટે અન્ય કેટલાક મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા છે. હવેથી સરકારી જનગણના કે વસ્તી ગણતરી જેવી વહીવટી કામગીરી પણ ચાલુ શાળાના સમય દરમિયાન ઓન-ડ્યુટી કરી શકાશે નહીં. શિક્ષકોએ આવી તમામ સરકારી કામગીરી કાં તો શાળા શરૂ થવાના સમય પહેલાં અથવા તો શાળા પૂર્ણ થયા બાદ જ આટોપવાની રહેશે.

એટલું જ નહીં, શાળા સમય દરમિયાન યોજાતા વયનિવૃત્તિ વિદાય સમારંભ, સન્માન સમારંભ કે અન્ય કોઈ પણ પ્રકારના બિન-શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમો પર પણ સરકારે સંપૂર્ણ રોક લગાવી દીધી છે. જો આવા કાર્યક્રમો યોજવા જ હોય, તો તેના માટે શાળાનો સમય પૂર્ણ થયા પછીનો સમય અથવા તો જાહેર રજાનો દિવસ જ પસંદ કરવાનો રહેશે જેથી બાળકોના ભણતરના કલાકો બગડે નહીં.


આ પણ વાંચો: બનાસકાંઠામાં અચાનક હવામાન પલટાયું, પાલનપુર-દાંતામાં ભારે પવનથી ચોમાસા જેવો માહોલ

આ પણ વાંચો: “ગામમાં દારૂ ચાલુ તોય નેતાઓ મૌન”ગબ્બર ઠાકોરના ગીતથી બનાસકાંઠામાં ગરમાયું રાજકારણ

આ પણ વાંચો: બનાસકાંઠામાં હનીટ્રેપ કાંડનો પર્દાફાશ, પોલીસકર્મી સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા