Not Set/ વડોદરાના નર્મદા ગેસ્ટ હાઉસમાં સ્ત્રી મિત્ર સાથે ઝડપાયા ગાંધીનગર સચિવાલયના આ અધિકારી

કળિયુગમાં ફરી એકવાર પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સચિવાલયમાં ફરજ બજાવતા ક્લાસ ટુ અધિકારી  શુક્રવારે મહિલા મિત્ર સાથે ઝડપાઈ ગયા હતાં. ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં આ અધિકારી મહિલા મિત્ર સાથે હતાં અને અચાનક જ તેમના પત્ની આવી ગયા હતાં. પત્નીએ પોતાના પતિને રંગેહાથે પકડવા માટે સરકારની જ અભિયમ ટીમનો […]

Gujarat Vadodara

કળિયુગમાં ફરી એકવાર પતિ પત્ની ઔર વોની ઘટના સામે આવી છે. ગાંધીનગરના સચિવાલયમાં ફરજ બજાવતા ક્લાસ ટુ અધિકારી  શુક્રવારે મહિલા મિત્ર સાથે ઝડપાઈ ગયા હતાં. ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં આ અધિકારી મહિલા મિત્ર સાથે હતાં અને અચાનક જ તેમના પત્ની આવી ગયા હતાં. પત્નીએ પોતાના પતિને રંગેહાથે પકડવા માટે સરકારની જ અભિયમ ટીમનો સહારો લીધો હતો. અન્ય સ્ત્રી સાથે અંગત પળો માણતા પતિએ અચાનક પત્નીને જોતા હોશ ઉડી ગયા હતા.

વડોદરામાં ક્લાસ 2 અધિકારી મહિલા મિત્ર સાથે ઝડપાયો હતા. પત્નીએ રેડ પાડી પતિને મહિલા મિત્ર સાથે ઝડપ્યો હતો. વડોદરાનાં નર્મદા સરકારી ગેસ્ટ હાઉસમાં વ્યભિચારી અધિકારી રોકાયો હતો, જેની જાણકારી તેની પત્નીને મળી ગઇ હતી. આ જાણકારી મળતા જ અધિકારીની પત્નીએ તેનો ભાંડો ફોડવાનો પ્લાન બનાવી દીધો અને અભયમની ટીમને બોલાવી લીધી હતી. અધિકારી આખો દિવસ મહિલા મિત્ર સાથે ફર્યા પછી રાતે ઈલોરા પાર્કમાં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં આવી પહોંચ્યા હતાં. આ પછી તેમના પત્ની અભયમ ટીમને સાથે લઈને ગેસ્ટ હાઉસમાં પહોંચ્યા હતાં.

ljrl

ગેસ્ટ હાઉસમાં પહોંચતાં જ અધિકારીના પત્ની રુમમાં આવીને સવાલોનો વરસાદ વરસાવવાનું શરુ કર્યું હતું. જ્યારે તેમના પત્નીએ દરવાજો ખોલ્યો ત્યારે અધિકારી અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યા હતાં. જ્યારે પત્ની અભયમ ટીમ સાથે રુમ પર પહોંચ્યા ત્યારે અધિકારીની મહિલા મિત્ર બાથરુમમાં છુપાઈ ગઈ હતી. આ પછી પત્નીએ અધિકારીની મહિલા મિત્રની પણ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

ગાંધીનગર સચિવાલયમાં  સેક્સન અધિકારી છે. જે સુરતથી આવેલી પોતાની મિત્ર સાથે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. બાદમાં ગેસ્ટ હાઉસમાં ખુબ જ હંગામો થયો હતો અને પત્નીએ પતિ વિરૂદ્ધ ગોત્રી પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.