online/ સુરતની હોસ્પિટલમાં બેડ ખાલી છે કે નહીં તે ઓનલાઇન જોઇ શકાશે

સુરતમાં હોસ્પિટલની બેડ વ્યવસ્થા ઓનલાઇન જોઇ શકાશે

Gujarat

કોરોના મહામારીના લીધે કોરોના સંક્રમણના કેસો ગુજરાતમાં ખુબ વધી રહ્યા છે .જેના લીધે હોસ્પિટલોમાં બેડ ભરાયેલા જોવા મળે છે જેના લીધે કોરોના દર્દીઓ માટે જોખમ ઉભું થાય છે .સુરતમાં પણ કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. સુરતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધારે છે.જેના લીધે બેડ માટે લાંબી કતારો અને વેઇટિંગમાં દર્દીઓ જોવા મળે છે તેને ધ્યાનમાં લઇને સુરત મહાનગરપાલિકાએ હોસ્પિટલમાં બેડની વ્યવસ્થા માટેનું માહિતી પત્રક ઓનલાઇન કરી દીધું છે.

આ માહિતી પત્રકમાં તમારા ઘની નજીકની હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી હોસ્પિટલની કેાન્ટેક ડિટેલ સાથે સામેલ કરવામાં આવી છે.તેમજ આ બેડ અવેલેબીલીટી ફીચરને દર કલાકે અપડેટ કરવામાં આવશે.જેથી શહેરીજનોને બેડ કયાં ખાલી છે તેની જાણકારી મળી રહેશે.

શહેરમા્ં કોરોનાની બીજી લહેરમાં  છેલ્લા એક મહિનામાં 20 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયું છે. શહેરીજનોને બેડ માટે વલખાં મારવા પડતાં હતાં અને પરિવારજનો ચિંતામાં રહેતા હતા તેના નિવારણ માટે ઓનલાઇન માહિતી પ્રદાન કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે

સુરતની મહાનગરપાલિકાની વેબસાઇટ પર એસએમસી એપ્લીકેશન પર બેડ એવલેબીલીટી ફીચર ઓન કરાયું છે. જેમાં શહેરીજનો તેમના ઘરથી નજીકમાં એટલે કે કયાં ઝોનમાં કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની માહિતી ઓનલાઇન મેળવી શકાશએ.