Somnath News/ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 મેના રોજ સોમનાથ પધારશે, 85 વર્ષની સ્થાપના ઉજવણીમાં ભાગ લેશે

PM નરેન્દ્ર મોદી (PM Modi) 11 મેે ગુજરાતના સોમનાથ મંદિર ખાતે 85મા સ્થાપના દિવસમાં ભાગ લેશે, તંત્ર દ્વારા તૈયારીઓ તેજ.

Top Stories Gujarat Breaking News
PM Modi

Somnath News:દેશના પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજય અને પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના કાર્યકાળ પર કડક ટીકા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) 11 મે, 2026ના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરની સ્થાપનાના 85 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં ભાગ લેશે.વડાપ્રધાનની આ એક દિવસીય મુલાકાતને લઈને સોમનાથ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે.

જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે વિશેષ બેઠક યોજાઈ હતી, જેમાં તમામ સંલગ્ન વિભાગોના અધિકારીઓને વ્યાપક તૈયારીઓના સૂચનો આપવામાં આવ્યા છે.કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું કે વડાપ્રધાનની (PM Modi) મુલાકાતને સર્વોચ્ચ સ્તરે સુવ્યવસ્થિત બનાવવા માટે તમામ વિભાગોને સ્પષ્ટ જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા વિવિધ સ્તરે તૈયારીઓ તેજ બનાવવામાં આવી છે. હેલિપેડની સુવિધા તથા તેની સુરક્ષા વ્યવસ્થાને પારદર્શક અને મજબૂત બનાવવામાં આવી રહી છે.

PM નરેન્દ્ર મોદીની (PM Modi) સોમનાથ યાત્રા 

અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે વિદ્યુત વિભાગને ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ટ્રાફિક વ્યવસ્થા અને પાર્કિંગ માટે પણ યોગ્ય આયોજન હાથ ધરાયું છે જેથી અવરજવર સુગમ બની રહે. મંદિર તરફ જતા સમગ્ર માર્ગ પર સ્વચ્છતા, બેરિકેટિંગ અને સૌંદર્યવર્ધનના કામો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષાને પ્રાથમિકતા આપતા પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવાશે, સાથે મંદિર વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં વ્યાપક સ્વચ્છતા અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.જિલ્લા કલેક્ટરે તમામ અધિકારીઓને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા સૂચના આપી છે અને નિયમિત સમીક્ષા કરવાનું પણ જણાવ્યું છે.


આ પણ વાંચો:યાત્રાધામોને ગ્રીન અને વીજ સલામત ઝોન બનાવાશે, ₹100 કરોડની યોજના, દ્વારકા-સોમનાથને અગ્રતા

આ પણ વાંચો:ગુજરાત બજેટ 2026: અંબાજીથી સોમનાથ સુધી પ્રવાસન વિકાસની મહાયોજનાઓ

આ પણ વાંચો:12 જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા સોમનાથ મંદિરના દર્શન કરવા છે? તો ટ્રેનથી લઈને હોટેલ સુધીની તમામ માહિતી જાણો