Banaskantha News/ અંબાજીમાં હાર્દિક પટેલનો વિરોધીઓ પર પ્રહાર: ‘કોકરોચ તો ટોયલેટમાંથી નીકળે, હિટ સ્પ્રેથી ખતમ થઈ જાય’

અંબાજીમાં 72 કડવા પાટીદાર સમાજના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હાર્દિક પટેલે (Hardik Patel) વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કરેલા નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની.

Top Stories Gujarat Others Breaking News
કોકરોચ કોઈ પાર્ટી નથી', Hardik Patelના નિવેદનથી ચર્ચા તેજ

Banaskantha News: બનાસકાંઠાના અંબાજી ખાતે 72 કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભવ્ય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમ દરમિયાન વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel )ના નિવેદને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. પોતાના સંબોધન દરમિયાન તેમણે વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા કરેલી ટિપ્પણી હવે ચર્ચાનું કેન્દ્ર બની છે.

અંબાજીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો, મહિલાઓ, યુવાનો અને સ્વયંસે  વકો મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં એકતા, સંસ્કાર અને સામાજિક વિકાસના સંદેશને મજબૂત બનાવવાનો હતો.

‘કોકરોચ કોઈ પાર્ટી નથી’: Hardik Patel

કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હાર્દિક પટેલે (Hardik Patel ) વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે, “કોકરોચ કોઈ પાર્ટી નથી. કોકરોચ તો ટોયલેટમાંથી નીકળે છે અને તેને ખતમ કરવા માટે માત્ર એક હિટ સ્પ્રે જ પૂરતું છે.” તેમના આ નિવેદન બાદ કાર્યક્રમમાં હાજર લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી.

ધાર્મિક કાર્યક્રમમાં સમાજની મહિલાઓ અને સ્વયંસેવકોનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર, 3100થી વધુ મહિલાઓ અને 400થી વધુ સ્વયંસેવકો કાર્યક્રમની વિવિધ વ્યવસ્થાઓમાં જોડાયા હતા.

આ પ્રસંગે શિક્ષણ, સામાજિક સેવા, યુવા માર્ગદર્શન અને સમાજ વિકાસ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર પાટીદાર આગેવાનોનું મંચ પરથી સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનો દ્વારા સામાજિક એકતા અને સાંસ્કૃતિક મૂલ્યો જાળવવા માટે આવા કાર્યક્રમોનું મહત્વ પણ વ્યક્ત કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં પૂર્ણ થયો હતો, પરંતુ હાર્દિક પટેલ (Hardik Patel )ના નિવેદન બાદ રાજકીય ચર્ચાઓએ વિશેષ સ્થાન મેળવ્યું છે. આગામી દિવસોમાં તેમના આ નિવેદન પર રાજકીય પ્રતિસાદો સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:હાર્દિક પટેલની ‘દેડકા’ વાળી પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા, કોને કર્યો ઈશારો?

આ પણ વાંચો:હાર્દિક પટેલને ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખપદની જવાબદારી

આ પણ વાંચો:હાર્દિક પટેલ સામે વિરમગામના ખેડૂતોનો હલ્લાબોલ! જમીન મુદ્દે વિધાનસભામાં કૂચ, 50 થી વધુ ખેડૂત પરિવારોની અટકાયત