Gujarat Weather/ રાજ્યમાં ઉકળાટ વધ્યો, ભેજના કારણે અસહ્ય ગરમી, હવામાન વિભાગે આગાહી કરી

ગુજરાતમાં તાપમાન થોડું ઘટ્યું છતાં ભેજ વધતા ઉકળાટમાં વધારો. રાજકોટમાં 42°C તાપમાન, IMD દ્વારા આગામી દિવસોમાં ગરમી (HeatWave) યથાવત રહેવાની આગાહી.

Top Stories Gujarat Breaking News
HeatWave

Gujarat Weather:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાનમાં થોડી ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ વાતાવરણમાં વધેલા ભેજના કારણે ઉકળાટ અને અસહ્ય ગરમી (HeatWave) વધી છે.હવામાન વિભાગે રાજ્યમાં તાપમાનમાં વધઘટ સાથે આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે.ગઈકાલે રાજ્યના વિવિધ શહેરોમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો હતો, જેમાં અનેક સ્થળોએ તાપમાન 40 ડિગ્રીની આસપાસ અથવા તેથી વધુ નોંધાયું હતું.

રાજકોટમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી અને ભુજમાં 41.0 ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં 40.7 ડિગ્રી અને અમરેલીમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.કંડલામાં 39.7 ડિગ્રી, અમદાવાદમાં 39.4 ડિગ્રી અને ગાંધીનગરમાં આશરે 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ઉપરાંત, ડીસામાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યમાં હજુ પણ તીવ્ર ગરમીની (HeatWave) સ્થિતિ દર્શાવે છે.

ગુજરાતમાં હિટવેવની (HeatWave) સ્થિતિ 

રાજ્યમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર વધ્યું છે, જેના કારણે લોકોને વાસ્તવિક તાપમાન કરતાં વધુ ગરમી (HeatWave) અને અકળામણ અનુભવાઈ રહી છે. ખાસ કરીને સાંજના સમયે ભેજ વધવાથી ઉકળાટ વધી ગયો છે.હવામાન વિભાગ (IMD) અનુસાર આગામી કેટલાક દિવસોમાં તાપમાનમાં હળવી વધઘટ જોવા મળી શકે છે. રાજકોટ જેવા વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40-42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. વાતાવરણ મોટેભાગે સ્પષ્ટ રહેશે અને વરસાદની કોઈ આગાહી નથી. ભેજનું પ્રમાણ 60-80% સુધી રહી શકે છે.


આ પણ વાંચો:રાજ્યમાં મે માસમાં આગઝરતી ગરમીની આગાહી, IMDએ કરી ભીષણ હીટવેવની ચેતવણી

આ પણ વાંચો:ગુજરાતના 10 શહેરોમાં પારો 40 ને પાર, અમદાવાદમાં રેકોર્ડબ્રેક ગરમી, હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ

આ પણ વાંચો:ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે? હવામાન વિભાગે કરી ભયાનક આગાહી, જાણો તામારા શહેરનું તાપમાન