Mahesana News/ મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં કમરના મણકાનું ઓપરેશન માટે આવેલા દર્દીનું મોત થતાં ફરિયાદ

મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં મોત મામલે ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ડોક્ટર યક્ષ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ છે. બનાવના અઢી વર્ષ બાદ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવાના પગલે કડી પોલીસ પણ ચોંકી છે.

Top Stories Gujarat Others Breaking News

Mahesana News: મહેસાણાના કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં મોત મામલે ફરિયાદ નોંધાઈ છે. હોસ્પિટલના ડોક્ટર યક્ષ સોમપુરા સામે ફરિયાદ નોંધાઈ છે. બનાવના અઢી વર્ષ બાદ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ડોક્ટર સામે ફરિયાદ નોંધાવવાના પગલે કડી પોલીસ પણ ચોંકી છે.

આ બનાવનો ઘટનાક્રમ એવો છે કે કમરના મણકાનું ઓપરેશન કરાવવા આવેલા દર્દીનું મોત થયું હતું. ડિસેમ્બર 2023માં દર્દી હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા આવ્યા હતા. મણકાની ગાદીના ઓપરેશન દરમિયાન દર્દીનું મોત થુયું હતું. હવે કમરના મણકાની ગાદીના ઓપરેશનમાં દર્દીનું મોત થવાથી સગાવ્હાલાઓ અને કુટુંબીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેમને કશું અઘટિત બન્યું હોવાની શંકા ગઈ હતી.

તેના પગલે તેમણે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કમરની ગાદીની નસમાં ઇજા સામે આવી હતી. જ્યારે નસમાં ઇજા હોવા છતાં પેટમાં હેમરેજ થવાના લીધે મોત થતાં ફરિયાદ કરવામાં આવી છે. કુટુંબીઓનું કહેવું છે કે કમરમાં મણકાની તકલીફ છે તો પેટમાં હેમરેજ કઈ રીતે થયું. તેથી ડોક્ટરે બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પોલીસે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. હાલમાં તો પોલીસે આ કેસમાં તબીબી અભિપ્રાય લેવાનો હોઈને સરકારી ડોક્ટર કે નિષ્ણાતનો અભિપ્રાય મેળવવો જરૂરી થઈ પડે છે. તેથી પોલીસ આ કેસમાં કોઈ નિષ્ણાતનો અભિપ્રાય મેળવે તેવી પ્રબળ સંભાવના છે. તેના પછી આગળ કાર્યવાહી થશે.


આ પણ વાંચો: ઓપરેશન બાદ મહિલા દર્દીનું મોત થતા હોસ્પિટલના ડોક્ટર પર બેદરકારીનો આરોપ

આ પણ વાંચો: અમદાવાદની કાકડિયા હોસ્પિટલમાં PMJAYમાં સ્ટેન્ટ લગાવ્યા પછી દર્દીનું મોત

આ પણ વાંચો: વડોદરામાં સિઝનલ ફ્લૂથી વધુ એક દર્દીનું મોત