Mangrol-Heavyrain/ માંગરોળ બેટ બન્યુઃ છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, રાજ્યમાં વીજળી પડવાથી ત્રણના મોત

ગુજરાતના અનેક ભાગોમાં ભારે Mangrol Heavyrain વરસાદે તારાજી સર્જી છે.  માંગરોળમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર માંગરોળ જાણે બેટ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી જ સ્થિતિ દક્ષિણ ગુજરાતના ઉમરગામની પણ છે, ત્યાં પણ છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Top Stories Gujarat

ગાંધીનગરઃ ગુજરાતના અનેક ભાગોમાં ભારે Mangrol Heavyrain વરસાદે તારાજી સર્જી છે.  માંગરોળમાં છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબકતા સમગ્ર માંગરોળ જાણે બેટ બની ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આવી જ સ્થિતિ દક્ષિણ ગુજરાતના ઉમરગામની પણ છે, ત્યાં પણ છેલ્લા 24 કલાકમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. આ સાથે ગીર-સોમનાથ જિલ્લામાં રાતભર પડેલા વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જિલ્લામાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 201 તાલુકામાં વરસાદ પડ્યો છે.

સૌથી વધુ વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં Mangrol Heavyrain ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ છે. આકાશમાંથી એટલું પાણી વરસ્યું કે શેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા. વરસાદના પાણીમાં વાહનો ડૂબી ગયા હતા. શહેર સમુદ્ર જેવું લાગતું હતું. ઠેર-ઠેર પાણી ભરાઈ જવાથી લોકો ખરાબ રીતે પ્રભાવિત થયા હતા.

આ સાથે વેરાવળના સોનિયારા, કાજલી, મીઠાપુરમાં Mangrol Heavyrain પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વેરાવળ રેલવે સ્ટેશન પાસેની સોસાયટીમાં પાણી ભરાયા હતા. પરિસ્થિતિને જોતા એનડીઆરએફની ટીમને સોનિયારા ગામમાં મોકલવામાં આવી હતી. આ સિવાય ઘણા લોકોને તેમના ઘરોમાંથી બહાર કાઢીને અન્ય સ્થળોએ મોકલવામાં આવ્યા છે.

ભારે વરસાદના કારણે સર્જાયેલી દુર્ઘટનાઓમાં ગુજરાતમાં નવથી વધુ લોકોના મોત થયા છે. સાબરકાંઠામાં ડૂબી જવાથી બે લોકોના મોત થયા અને મકાન ધરાશાયી થતા બે લોકોના મોત થયા હતા. તો સુરત ગ્રામ્ય અને સુરેન્દ્રનગરમાં વીજળી પડવાના કારણે ત્રણ લોકોના મૃત્યુ થયા છે.

આ પણ વાંચોઃ Iskon Bridge Accident/પિતા ગેંગરેપનો આરોપી અને પુત્ર તથ્ય પટેલ નવનો જીવ લેનારો ખૂની

આ પણ વાંચોઃ Weather Update/ગુજરાતમાં ભારે વરસાદે મચાવી તબાહી, 176 તાલુકાઓમાં પૂરની સ્થિતિ, દ્રશ્યો જોઇને તમે પણ હચમચી જશો

આ પણ વાંચોઃ વરસાદી આફત/ગુજરાતમાં મુશળધાર વરસાદ,રાજકોટમાં ધોરાજી ડૂબ્યું પાણીમાં; IMDએ યલો અને ઓરેન્જ એલર્ટ કર્યું જારી

આ પણ વાંચોઃ વરસાદ/રાજ્યના 151 તાલુકામાં મેઘરાજાની મહેર,સુત્રાપાડામાં સાડા 13 ઈંચ વરસાદ

આ પણ વાંચોઃ Gujarat ATS-Terrorist/ભારત પર વિજય મેળવવાના શપથ લીધા હતા ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓએ