વીજળી/ પશ્વિમ બંગાળમાં વીજળી પડતા 20 લોકોનાં મોત,વડાપ્રધાને સંવેદના વ્યક્ત કરી

બંગાળમાં વીજળી પડવાથી 20નાં મોત

Top Stories

બંગાળમાં વિભિન્ન જિલ્લાઓમાં ભારે વાવાઝો઼ુ આવ્યુ હતું જેમાં 20 લોકોના મોત થયા હતાં,અને 14 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર મુર્શિદાબાદ અને હુગલી જિલ્લામાં નવ નવ લોકોના મોત થયાં છે અને મેદિનીપુર જિલ્લામાં બે લોકોના મોત થયાં છે. જયારે ઘાટલ થયેલા આઠ લોકો મુર્શિદાબાદના હતા અને હુગલીના છ હતાં તેમને સત્વરે જુદી જુદી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત થયેલા લોકોની હાલત અતિ ગંભીર છે.

વડા પ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે ‘બંગાળના જુદા જુદા ભાગોમાં વાવાઝોડામાં તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારો સંવેદના. હું ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થાય તેવી કામના કરૂ છું આ સાથે  કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ટ્વિટ કરીને કહ્યું- ‘બંગાળના જુદા જુદા જિલ્લાઓમાં વીજળી પડવાથી લોકોનાં મોતની ઘટનાઓ ખૂબ જ દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યેની મારી સંવેદના. હું ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા કરું છું.કેન્દ્ર સરકારે વીજળી પડતા માર્યા ગયેલા લોકોના પરિવારને  પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની નાણાકીય અનુદાનની જાહેરાત કરી છે. બીજી તરફ, તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેક બેનર્જી બુધવાર અને ગુરુવારે વાવાઝોડામાં માર્યા ગયેલા લોકોના ઘરે મુલાકાત કરશે અને તેમના પરિવારોને મળશે.

હુગલી જિલ્લાના ખાનકુલ અને ગોઘાટ વિસ્તારમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ જ જિલ્લામાં તારકેશ્વર, હરિપાલ અને સિંગુર વિસ્તારમાં વીજળી પડવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે. વીજળી પડતાં મુર્શિદાબાદમાં પણ વિવિધ સ્થળોએ નુકશાન થયો  હતો અને નવ લોકોનાં મોત નીપજ્યાં હતાં.