Not Set/ #AareyForest મામલે અદિત્ય ઠાકરે અને પ્રિયંકા ચતુર્વેદી બળતામાં ઘી હોમી રહ્યા છે? નેતાઓનું કામ ભીડને ભડકાવાનું કે વાળવાનું ?

મુંબઇમાં ચાલી રહેલાં #AareyForest મામલાનાં હાઇવોલ્ટે જ ડ્રામામાં શિવસેનાનાં યુવા નેતા અને વિઘાસભાનાં વર્લીનાં શિવસેના ઉમેદવાર, તેમજ બાલા સાહેબ ઠાકરેનાં પૌત્ર આદિત્ય ઠાકરે એ પોતાનો વિરોધ સરકાર પર ઠાલ્યો છે. અને આદિત્યનાં વિરોધ નોંધાવવાની સાથે જ હજારો શિવસૈનીકો દ્વારા વિવાદમા ઉગ્રતા સાથે ઝુકાવવામાં આવ્યું, તો સાથે સાથે કોંગ્રેસમાંથી લોકસભાની ટિકીટ ન મળતા શિવસેના આવી ગયેલા, […]

Top Stories India

મુંબઇમાં ચાલી રહેલાં #AareyForest મામલાનાં હાઇવોલ્ટે જ ડ્રામામાં શિવસેનાનાં યુવા નેતા અને વિઘાસભાનાં વર્લીનાં શિવસેના ઉમેદવાર, તેમજ બાલા સાહેબ ઠાકરેનાં પૌત્ર આદિત્ય ઠાકરે એ પોતાનો વિરોધ સરકાર પર ઠાલ્યો છે. અને આદિત્યનાં વિરોધ નોંધાવવાની સાથે જ હજારો શિવસૈનીકો દ્વારા વિવાદમા ઉગ્રતા સાથે ઝુકાવવામાં આવ્યું, તો સાથે સાથે કોંગ્રેસમાંથી લોકસભાની ટિકીટ ન મળતા શિવસેના આવી ગયેલા, હાલ શિવસેનાનાં યુવા મહિલા નેતા પ્રિયંકા ચતુર્વેદી દ્વારા સરકારની મનાય હોવા છતા વિવાદીત જગ્યા પર જઇને ઘરપકડ કરાવામાં આવી છે. ત્યારે એક પ્રશ્ન સામાન્યતા ઉદ્દભવે છે કે, નેતાઓ દ્વારા લોકોની ભીડને પોતાના સ્વાર્થ માટે(મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી ગઇ છે) ભડકાવવી જોઇએ કે ભીડને યોગ્ય રીતે સમજાવીને વાળવી જોઇએ. આ કોઇ એવો મામલો નથી જે વિવાદથી કોરાણે મુકી શકાય(વિકાસ માટે મેટ્રો ખુબ મોટી બાબત કહેવાય). ત્યારે લોકોને ભડકાવી નેતાઓ શું સાઘવા માંગે છે?

જે લોકનેતા છે, જે ઓપિનીયન લિડર છે, તે આવું કાર્ય અમુક જ સંજોગોમાં કરે છે. #AareyForest મામલે અદિત્ય ઠાકરે અને પ્રિયંકા ચતુર્વેદીએ કેમ ઝુકાવ્યું હશે? તે કારણો શું હોઇ શકે? નેતાઓનું કામ ભીડને ભડકાવાનું કે વાળવાનું ?

  1. તેમને વસ્તું(અહીંનાં સંદર્ભમાં મેટ્રો)ની મહત્વતાની ખબર નથી
  2. વસ્તુ ખરેખર સમાજ માટે હાનીકારક હોય તો
  3. પોતાનો કોઇ નિજી સ્વાર્થ ભીડ સાથે જોડાવવામાં સધાય છે
  4. વિવાદમાંથી રસ્તો કાઢવામાં અસમર્થ હોય

પહેલા કારણની ચર્ચા કરવામાં આવે તો, અરબોનાં ખર્ચે તૈયાર થતો પ્રોજેક્ટ સરકાર દ્વારા આંખો બંધ કરીને તો અમલી કર્યો ન જ હોય, તેના ચોક્કસ ફાયદાઓ છે અને તેના વિશે ચર્ચા પૂર્વે પણ ઘણી જગ્યાએ સંસદ, વિધાનસભા તમામ જગ્યાએ થઇ ગઇ છે.

બીજા કારણની વાત કરવામાં આવે તો, મેટ્રો માટે ઝાડનું નિકંદન કાઢવું તે ખરેખર પર્યાવરણ માટે હાનીકારક જ છે. પરંતુ પ્રોજેક્ટ, પ્રોજેક્શન સમયે જ આ વાત ધ્યાનમાં લેવામાં આવી છે. અને પર્યાવરણવીદોને સાથે રાખી સરકાર દ્વારા કાપવામાં આવી રહેલા 2600 ઝાડ સામે 20900 ઝાડ વવાઇ ગયા છે અને હજુ પણ વાવવામાં આવશે.

ત્રીજું મહારાષ્ટ્રમાં હાલ વિઘાનસભાની ચૂંટણીનું બ્યુગુલ વાગી ચૂક્યું છે. આ મામલે ભીડ એકત્રીત થઇ ગઇ છે અને ભીડ હોય ત્યાં નેતાઓ તો આવે જ ને.

ચોથો અને સૌથી મહત્વનો મુદ્દો કે શું આપણા નેતા હવે નફરતની નેગેટીવ રાજનીતિ રમી રમીને વિવાદનો સુખદ રસ્તો શોધવામાં અસમર્થ થઇ ગયા છે. શું આ પ્રકારે આંદોલનોને વેગ આપી, સરકારી મિલકતોને નુકસાન કરી બળ પ્રયોગ અને ભીડાનાં દબાણથી સરકારને ઝુકાવી આવા વિકાસનાં કામો અટકાવી દેવા તે જ માત્ર રસ્તો રહ્યો છે?

બાલા સાહેબ ઠાકરેનાં પૌત્ર આદિત્ય ઠાકરે કે જે પોતાની એક હાકલથી મુંબઇને દબકતું બંધ કરવા માટે પણ સમર્થ માની શકાય, જેની એક હાકલથી લાખો લોકો ઉમટી પડે તે વ્યક્તિ તેની એક હાકલથી લાખો લોકોને 1 વૃક્ષ ઉછેરવાનું કહે તો શું લાખો વૃક્ષ ન વાવી શકાય અને મેટ્રો પણ સાનથી મુંબઇની શોભામાં વધારો કરે. 

શું છે #AareyForest મામલે, કેવા લીધા છે સરકારે પગલા અને શું આદેશ આપ્યો છે કોર્ટે

બોમ્બે હાઈકોર્ટે આરેય કોલોનીને વન વિસ્તાર જાહેર કરવા અને ત્યાં વૃક્ષો કાપવા અંગે બીએમસીના નિર્ણયને રદ કરવાનો ઇનકાર કર્યો હતો. આ પછી મોડી રાત્રે પણ લોકો દ્વારા ત્યાં વિરોધ ચાલુ રાખવામાં આવ્યો હતો. લોકોનાં વિરોધ અને આ મામલે રાજકારણની એન્ટ્રીને ધ્યાને રાખી મુંબઈ પોલીસે શનિવારે આરેય જંગલ નજીક કલમ 144 લગાવી દીધી હતી.

આપને જણાવી દઇએ કે મેટ્રો ટ્રેનનાં કોચ માટે વિશાળ શેડ બનાવવા માટે બૃહદ મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન(બીએમસી)એ આ લીલોતરી વિસ્તારમાં 2,600 વૃક્ષો કાપવાની મંજૂરી આપી હતી.કોર્ટે શિવસેનાના કાઉન્સિલર યશવંત જાધવને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો, જેમણે BMC ની ટ્રી ઓથોરિટીની મંજૂરી સામે અરજી કરી હતી. જાધવ પોતે પણ વૃક્ષ ઓથોરિટીના સભ્ય છે. મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોગ અને ન્યાયાધીશ ભારતી ડાંગરેની ખંડપીઠે ગોરેગાંવમાં આરેય કોલોની સંદર્ભે એનજીઓ અને પર્યાવરણીય કાર્યકરોની ચાર અરજીઓને ફગાવી દીધી હતી. ગોરેગાંવ એ મહાનગરનો મુખ્ય લીલોતરી વિસ્તાર છે.

ખંડપીઠે આરે કોલોનીને ગ્રીન ઝોન જાહેર કરવા સંબંધિત એનજીઓ વનશક્તિની અરજીને પણ ફગાવી દીધી હતી. કોર્ટે કાર્યકર્તા જોરૂ બાથનાની આરેય કોલોનીને ફ્લડ ઝોન જાહેર કરવાની વિનંતી કરવાની અરજીને પણ ફગાવી દીધી હતી અને કાર શેડ બનાવવા માટે આરે કોલોનીમાં 2,656 વૃક્ષો કાપવાની બીએમસીની મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશનની મંજૂરીને પણ પડકાર ફેંકી હતી. તે ગઈ.

પ્રિયંકા ચતુર્વેદીની પોલીસે કરી અટકાત

કોર્ટે કહ્યું કે પર્યાવરણવાદીઓએ અરજીઓ એટલા માટે દાખલ કરી કારણ કે તેઓ કાયદા હેઠળ પાલન કરવાની કાર્યવાહીનો સંપર્ક ગુમાવી ચૂક્યા છે. ઘડિયાળની સોય પાછા વળવી શકાતી નથી. અમે કોઈ ટિપ્પણી કરવા માંગતા નથી કારણ કે અરજદારોએ હવે સુપ્રીમ કોર્ટમાં જવું પડશે. કોર્ટે કહ્યું કે વૃક્ષ મામલે સત્તા દ્વારા લેવામાં નિર્ણય લેવાની પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને તર્ક આધારિત હતી. પર્યાવરણવિદો માત્ર પ્રવાહની વિરુદ્ધ જઈ રહ્યા હતા, પરંતુ પોતાની વાતની યોગ્યતા સાબિત કરવામાં પણ નિષ્ફળ ગયા હતા.

કોર્ટે નોંધ્યું હતું કે વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે કે નહીં તે મુદ્દે વૃક્ષ સત્તાના સભ્યોના મંતવ્યમાં કોઈ ફરક નથી. કોર્ટે એમએમઆરસીએલના સલાહકાર આશુતોષ કુંબકોનીની દલીલોની પણ નોંધ લીધી હતી કે ઓથોરિટીએ સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં 20,900 વૃક્ષો વાવ્યા છે.

બેકાબુ લોકોની ભીડ દ્વારા વિવાદીત જગ્યા પુર દેખાવો….

કોર્ટે કહ્યું, ‘આ મામલો સુપ્રીમ કોર્ટ અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી) સમક્ષ પેન્ડિંગ છે. તેથી, અમે આ જ કેસની અરજીને ફટકારી રહ્યા છીએ, મેરિટ પર નહીં. ”

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો