Rajkot News/ રાજકોટમાં ટ્રક ચલાવતા હાર્ટ એટેકથી ચાલકનું થયું મોત

રાજકોટ શહેરમાં વધુ એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક નજીક રાજકોટ મહાનગરપાલિકાના…

Top Stories Gujarat Rajkot

Rajkot News: રાજકોટ (Rajkot) શહેરમાં ટ્રક ચાલક (Truck Driver)ને હાર્ટ એટેક ( Heart Attack) આવતા ટ્રક દીવાલમાં ઘૂસી ગઈ હતી અને ટ્રક ચાલકનું મોત નિપજ્યું હતું. રાજકોટ પોલીસે ગુનો નોંધી કાર્વાહી હાથ ધરી છે.

રાજકોટ શહેરમાં વધુ એક વખત હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક નજીક રાજકોટ મહાનગરપાલિકાના ગાર્બેજ ટ્રક ચાલકને ટ્રક ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો. જેથી ટ્રક ચલાવતી વખતે અસંતુલન સર્જાયું હતું અને ટ્રક દીવાલમાં ઘૂસી ગઈ હતી.

ટ્રક દીવાલમાં ઘૂસી જતા ટ્રક ચાલક બેભાન થઈ ગયો હતો. સ્થાનિકોએ પોલીસને અકસ્માતની જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર જદરમિયાન ટ્રકચાલકનું મોત થતાં પરિવારમાં શોક ફેલાયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

થોડા દિવસ અગાઉ ડભોઇમાં 38 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. જતીન જૈન નામના યુવાનને છાતીમાં દુખાવા થતા હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન તેને જીવ ગુમાવ્યો હતો.

તો બીજી બાજુ રાજકોટમાં મહમદીબાગમાં રહેતા 14 વર્ષના સગીર રેનીશ રજાક નકાણીનું ક્રિકેટ રમતી વખતે મોત થયું હતુ. રેનીશ રમતાં રમતાં એકાએક મેદાનમાં ઢળી પડતા મોતને ભેટ્યો હતો. એક પણ બીમારી વગર મોત થતાં હ્રદયરોગનો હુમલો થયો હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.

મોરબીના ટંકારાના વાધગઢ ગામે દિનેશભાઈ અરજણભાઈ બોપલીયા રાત્રે સૂઈ ગયા બાદ સવારમાં વહેલા ન ઉઠતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે, તબીબોએ દિનેશભાઈને મૃત જાહેર કર્યા હતા. ડોક્ટરના મતે હાર્ટ એટેક આવ્યું હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી

આ પણ વાંચો:અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

આ પણ વાંચો:શામળાજી દેશ ભક્તિના રંગે રંગાયું