Ahmedabad News/ અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ જાણવા મળ્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો છે. પરિવાર,……..

Gujarat Top Stories Ahmedabad Breaking News
Image 2024 08 15T121950.530 અમદાવાદમાં પોલીસકર્મીએ કર્યો આપઘાત, કારણ અકબંધ

Ahmedabad News: અમદાવાદ શહેરમાં પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મીએ આપઘાત કરી લેતા શોકનો માહોલ સર્જાયો છે. માહિતી મુજબ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ વાઝા નામના પોલીસકર્મીએ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી છે. અમદાવાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છેે.

પોલીસકર્મીએ ઇન્સાસ રાયફલથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશનર કચેરીમાં ફરજ પર મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત, બે દિવસ પહેલા જ રાયફલ અને 20 જેટલા કારતૂસ આપ્યા હતા. હાલ તો પોલીસકર્મીના આપઘાત પાછળનું કારણ અકબંધ છે. પોલીસ હેડ ક્વાટર્સે નવી પોલીસ કમિશનર કચેરી આવેલી છે. પોલીસ હેડ ક્વાટર્સમાં વહેલી સવારે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

પોલીસકર્મીએ કયા કારણોસર આત્મહત્યા કરી છે, તે હજુ જાણવા મળ્યું નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ મોકલવામાં આવ્યો છે. પરિવાર, મિત્રોને આપઘાતનું કારણ પૂછવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની કરાઈ ઉલ્લાસભેર ઉજવણી

આ પણ વાંચો:અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા ઉતરી ગયા, દુર્ઘટના ટળી

આ પણ વાંચો:કષ્ટભંજન દેવને આઝાદી પર્વ નિમિત્તે કરાયો તિરંગાનો શણગાર