Not Set/ ડ્રાઈવિંગ લાઈસન્સ કૌભાંડમાં નકાબ ચિરાશે ખરો?

સુરત, સુરત આરટીઓનું સારથી સોફ્ટવેરને બારોબાર બાયપાસ કરીને ટેસ્ટ ટ્રેક પર વિના ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા વિના 58 લાઈસન્સ બનાવી દેવાયા હતા. અગાઉની સોફ્ટવેર હેન્ડલ કરતી એજન્સીના કર્મચાારીઓ અને કેટલાક ટાઉટોની મિલીભગત ઉઘાડી પડ્યાના અઢી મહીને ઈન્ચાર્જ આરટીઓ પાર્થ જોશીએ સાઈબર ક્રાઈમ હેઠળ ક્રાઈમ બ્રાંચમાં એફઆઈઆર દાખલ કરાવી છે. જોકે, આશ્ચર્યજન રીતે એક પણ શંકાસ્પદનું નામ […]

Gujarat Surat
સુરત,
સુરત આરટીઓનું સારથી સોફ્ટવેરને બારોબાર બાયપાસ કરીને ટેસ્ટ ટ્રેક પર વિના ડ્રાઈવીંગ ટેસ્ટ આપ્યા વિના 58 લાઈસન્સ બનાવી દેવાયા હતા. અગાઉની સોફ્ટવેર હેન્ડલ કરતી એજન્સીના કર્મચાારીઓ અને કેટલાક ટાઉટોની મિલીભગત ઉઘાડી પડ્યાના અઢી મહીને ઈન્ચાર્જ આરટીઓ પાર્થ જોશીએ સાઈબર ક્રાઈમ હેઠળ ક્રાઈમ બ્રાંચમાં એફઆઈઆર દાખલ કરાવી છે. જોકે, આશ્ચર્યજન રીતે એક પણ શંકાસ્પદનું નામ ફરિયાદમાં લખાવ્યું નથી. જોકે, મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિએ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ માહિતી મેળવતા 14 જેટલા આરટીઓ ઈન્સ્પેક્ટરોએ આ કૌભાંડ દરમિયાન ટેસ્ટ ટ્રેક પર ફરજ બજાવી હોવાનું સામે આવ્યું છે. આ અધિકારીઓ તેમજ ટેસ્ટ ટ્રેકમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ ચોક્કસ એજન્ટના નામ પણ શંકાસ્પદ તરીકે ફરિયાદમાં ન લખાવી માત્ર લીપાપોતી કરાય હોવાનુ ફલિત થઈ રહ્યું છે.
સુરત આરટીઓમાં ડ્રાઈવીંગ લાઈસન્સ ઈશ્યુ કરવા માટે ટેસ્ટ ટ્રેક આપવો ફરજિયાત છે. તે માટે ફોરવ્હીલ માટે વીડીયો કેમેરા સાથેનો ટેસ્ટ ટ્રેક બનાવાયો છે. આ ટેસ્ટમાં નક્કી થયા મુજબ ગાડી રિવર્સ લેવી, બ્રેક મારવી, આગળ વધારવું વગેરે ટેસ્ટ લાઈસન્સ ઈચ્છતા ડ્રાઈવરે આપવો પડે છે. જેમાં અડધા ઉપરાંતના લોકો ફેલ થાય છે. જેથી, તેમાં બારોબાર પાસ કરાવી આપવાનો ખેલ કેટલાક એજન્ટોએ રૂ.5000થી રૂ. 15000 સુધીની રકમ લઈ કરવાનું શરૂ કર્યું. જેમાં આરટીઓનો સારથી સોફ્ટવેરને બાયપાસ કરી વિના ટેસ્ટ આપ્યે લાઈસન્સ બનાવવાનું શરૂ કરાયું. જોકે, આ લાઈસન્સ બનતા રહ્યાં પરંતુ આરટીઓ અજાણ રહી. ત્યાં સુધી કે આરટીઓ ટેસ્ટ લેવા જે ઈન્સ્પેક્ટરોને ડ્યુટી સોંપાતી હતી તે પણ આ આખા ષડયંત્રથી અજાણ રહ્યા. આરટીઓ સમક્ષ આવું  જ એક લાઈસન્સ આવતા શંકાના આધારે તેની ખરાઈ કરાઈ તો આખું કૌભાંડ સામે આવ્યું. તપાસ કરતા આવા 58 લાઈસન્સ મળી આવ્યા કે જેનો કોઈ ટેસ્ટ રેકોર્ડ જ આરટીઓના ચોંપડે નહોતો. આ અંગે તત્કાળ પોલીસ ફરિયાદ કરવાને બદલે સુરત આરટીઓએ આરટીઓ કમિશનરને રિપોર્ટ સોંપ્યો. જોકે, અઢી મહિના સુધી આ કેસ દબાવવાની કોશિશ ઉપરથી કરવામાં આવી. કહેવાય છે કે જે કંપનીના કર્મચારીઓએ આ સરકારી સોફ્ટવેર સારથી બાયપાસ કર્યો છે તે કંપનીમાં ભાજપના એક ભૂતકાળના ઉચ્ચ મહિલા મંત્રીની પુત્રીની સ્લીપીંગ પાર્ટનરશીપ  છે અને જેથી, જ તેમાં ભીનુ સંકેલવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. અગાઉ આ મહિલાની કંપની પાસે ડ્રાઈવીંગ ટેસ્ટનુ કામ હતું પરંતુ અનિયમિતતા અને કોઠા-કબાટાની ભારે ફરિયાદને પગલે તેમની પાસે કામ આંચકી ખુદ આરટીઓએ પોતાના હસ્તક લઈ લીધુ. હવે વિના નામથી આરટીઓએ પોલીસ ફરિયાદ કરી છે ત્યારે ક્રાઈમ બ્રાંચ કેવા પોપડા  ઉખેડે છે અને મૂળ સુધી પહોંચીને આરટીઓના જવાબદાર અધિકારીઓ-કર્મચારીઓ, આરટીઓ એજન્ટો અને પૂર્વ એજન્સીના દોષીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે કે કેમ તે જોવું રહ્યું. ઈન્ચાર્જ આરટીઓ પાર્થ જોશી કહે છે કે હવે કોઈ પણ જવાબદાર હશે તેઓને પોલીસ છોડશે નહીં.
અમારી આરટીઆઈમાં આ અધિકારીઓએ ફરજ બજાવી હોવાનો ખુલાસો
  • મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિએ આ કૌભાંડમાં કોણ કોણ સામેલ છે?.
  • કઈ કંપનીના કર્મચારીઓએ સરકારી સોફ્ટવેર બાયબાસ કરીને લાઈસન્સ બનાવ્યા?
  • ક્યા અરજદારોએ રૂપિયા ચુકવી ટેસ્ટ ટ્રેક આપ્યા વિના લાઈસન્સ બનાવ્યા? અને ક્યા ઈન્સ્પેક્ટરોને આ કૌભાંડના સમય દરમિયાન ફરજ સોંપાઈ હતી તે તમામ વિગતો રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટ હેઠળ માંગી હતી.

જોકે, આરટીઓએ તમામ વિગતો તપાસ હેઠળ હોવાનું કહીં તે આપવાનો ઈન્કાર કરી દીધો. માત્ર કૌભાંડ સમયે ઈન્સ્પેક્ટરોની ફરજનું લિસ્ટ અમને પુરું પાડ્યું. તે મુજબ  ઈન્સ્પેક્ટર બી.કે. વસાવા, એન.એચ. હારુન, એસ.એન. વણજારા, આર.એન. વનપારિયા, પી.સી. સિસોદિયા, એન.જી. શાહ, આર.કે. પટેલ, પી.સી. સિસોદિયા, પી.આર. કથવડિયા, એન.જી. નકુલ, એન.ટી, મેવાડા, બી.કે. વડાવા, એ.ડી. ચૌહાણ, ડી.આર. પ્રજાપતિ સહિતના ઈન્સ્પેક્ટરોએ કૌભાંડ દરમિયાન ફરજ બજાવી છે.

સવાલ એ ઉભો થાય છે કે શું તેઓ આ આખા બારોબાર લાઈસન્સ ઈશ્યુ કરવાના ખેલથી અજાણ રહ્યાં? આરટીઓ ખુલાસો કરતા કહે છે કે, સોફ્ટવેર બાયપાસ કરી લાઈસન્સ ઈશ્યુ કરાયા છે. જેથી, મેન્યુઅલી કઈ ઈન્સ્પેકટરો પાસે આવ્યું નથી. તે વાતમાં કેટલી સચ્ચાઈ છે તે તો હવે ક્રાઈમ બ્રાંચ જ તપાસમાં શોધશે ત્યાં સુધી રાહ જોવી રહી.

[embedyt] https://www.youtube.com/watch?v=HE1spGdKsAQ[/embedyt]