મોહાલી,
મુંબઇ ઇન્ડિયન્સે આપેલા 177 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે લોકેશ રાહુલની 57 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ અને મયંક અગ્રવાલના 43 રનના સહારે ઘરઆંગણે મુંબઇ ઇન્ડિયન્સને 8 વિકેટે હરાવ્યું છે. ક્રિઝ ગેલ આઇપીએલમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ માટે કૃણાલ પંડ્યાએ 2 વિકેટ લીધી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી લોકેશ રાહુલ 57 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે ગેલે 24 બોલમાં 40 અને મયંક અગ્રવાલે 21 બોલમાં 43 રન કર્યા હતા.
ગેલ આઇપીએલમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.
'Chak'ke de fatte 🔥
When it comes to sixes, @henrygayle is miles ahead of others! #SaddaPunjab #KXIPvMI #KXIP #VIVOIPL pic.twitter.com/lnQJgkJkDx
— Punjab Kings (@PunjabKingsIPL) March 30, 2019
મુંબઈ ઇન્ડિયન્સે પ્રથમ દાવમાં 176 રન કર્યા
ટોસ હારીને પહેલી બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરના અંતે 7વિકેટ ગુમાવીને 176 રન કર્યા હતા. તેમના માટે ક્વિન્ટન ડી કોકે 39 બોલમાં 60 રન કર્યા હતા. તે સિવાય રોહિત શર્માએ 32 રનનું અને હાર્દિક પંડ્યાએ 31 રનનું યોગદાન આપ્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબ માટે મુરુગન અશ્વિન, હાર્દસ વીજલોઈન અને મોહમ્મદ શમીએ 2-2 વિકેટ લીધી હતી જયારે એન્ડ્રુ ટાઈએ 1 વિકેટ લીધી હતી.
બંને ટીમો
પંજાબની ટીમ: રવિચંદ્રન અશ્વિન (કેપ્ટ્ન), લોકેશ રાહુલ(વિકેટકીપર), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, સરફરાઝ ખાન, મંદીપસિંહ, એન્ડ્રુ ટાય, મુરુગન અશ્વિન, હાર્દસ વીજલોઈન, મોહમ્મદ શમી
મુંબઈની ટીમ: રોહિત શર્મા, ક્વિન્ટન ડી કોક, સુર્યકુમાર યાદવ, યુવરાજસિંહ, કાયરન પોલાર્ડ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, મયંક માર્કંન્ડે, મિચેલ મેક્લેગન, લસિથ મલિંગા અને જસપ્રીત બુમરાહ
