આસામ,
વડાપ્રધાન મોદી શનિવારે અરૂણાચલ પ્રદેશના પુર્વોત્તરમાં લોકસભા ચૂંટણી અભિયાનનો પ્રારંભ કર્યો છે. અરુણાચલના આલોમા પ્રજાને સંબોધિત કરતા તેમણે કહ્યું હતું કે તમે સર્જીકલ સ્ટ્રાઇક વખતે જોયું છે. જ્યારે ભારતે આતંકીઓને ઘરમાં ઘૂસીને માર્યા ત્યારે તેઓનું કેવું વલણ છે તે તમે લોકોએ જોયું છે અને જ્યારે આપણા વૈજ્ઞાનિકોએ દુનિયાને હેરાન કરી દીધી છે ત્યારે પણ તેઓએ તેને મજાક બનાવી દીધી છે. તેઓએ કહ્યું કે પાંચ વર્ષના અનુભવ પર આગલા પાંચ વર્ષોમાં 25 વર્ષ સુધીનો વિકાસ કરવાના ઇરાદા સાથે આપની સમક્ષ આવ્યો છું. આપની માન્યતાઓ અને પરંપરાને બચાવી રાખવી અને તેનો વિકાસ કરીને તેને આપની ઇચ્છા મુજબ ચલાવવાનો આપને મોદીનો વાયદો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામમાં લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. આસામના ગોહપુરમાં સંબોધનમાં કહ્યું કે આપના પ્રદેશના દરેક હિતોની સુરક્ષા આ ચોકીદાર જ કરી શકે છે. તેઓએ આકરા શબ્દોમાં કોંગ્રેસની ઝાટકણી કાઢીને તેઓને દેશને લૂંટનારી મામાઓની ફોજ ગણાવી.
બીજી તરફ વિપક્ષના ગઠબંધન પર પ્રહાર કરતા તેઓને કહ્યું હતું કે તે આ ગઠબંધનમાં બધુ જ અવ્યવસ્થિત છે અને હાલત એટલી હદે ગંભીર છે કે ચોકીદારનો વિરોધ કરતા કરતા તેઓ ભારતનો પણ વિરોધ કરી રહ્યા છે. ભારતનો વિરોધ કરનારા લોકોને શું આસામના લોકો સહયોગ આપશે? શું આ લોકો આસામની ભલાઇ માટે કામ કરી શકે છે? આસામમાં રહેલા ઘૂષણખોરોની સમસ્યાને આ લોકો દૂર કરી શકે છે?
કોંગ્રેસની પાસે ક્વોત્રોચી અને મિશેલ જેવા મામાઓની ફોજ
કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું હતું કે કોંગ્રેસ એક એવો પક્ષ છે કે જેમણે હંમેશા દેશના લૂંટવાનું જ કામ કર્યું છે. 11 એપ્રિલના રોજ આપની પાસે ચોકીદારને મજબૂત કરીને દેશના દલાલો અને ઘૂષણઘોરોને કડક સંદેશ આપવાનો અવસર છે. રેલીમાં લોકોએ મે ભી ચોકિદારના નારા લગાવ્યા હતા.
એરસ્ટ્રાઇકથી કોંગ્રેસ અને આતંકીઓમાં બેચેની
આસામમાં ગરીબોને 5 લાખ સુધી નિ:શુલ્ક સારવાર અને પાક્કા મકાનો મળી રહ્યા છે. આસામના 10 લાખ ખેડૂત પરિવારોને કિસાન સમ્માન નિધિ હેઠળ તેઓની પહેલી રકમ મળી ચૂકી છે અને બાકી રહેલા પરિવારોને પણ ટૂંક સમયમાં રકમ અપાશે. ડિબ્રૂગઢમાં થયેલી રેલીમાં ચાના ઉદ્યોગના બહાને તેમણે કોંગ્રેસ પર પ્રહારો કરીને કોંગ્રેસને ચા વાળા થી નફરત છે તેવું કહ્યું હતું. કોંગ્રેસને દરેક ચા વાળાથી નફરત છે અને એક ચા વાળો જ બીજા ચા વાળાના દુ:ખને સમજી શકે છે. ભારતે દુશ્મનના ઘરમાં ઘૂસીને તેઓને માર્યા પરંતુ કોંગ્રેસ અને આતંકીના ઘરમાં બેચેનીનો માહોલ છે.
