telangana news/ મંત્રીના પુત્ર પર દારૂ પીવડાવીને રેપનો આરોપ

17 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે નવા વર્ષની પાર્ટી દરમિયાન ફાર્મહાઉસમાં તેને જબરદસ્તી દારૂ પીવડાવીને શારીરિક શોષણ (Rape) કરવામાં આવ્યું.

Top Stories India
17 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે નવા વર્ષની પાર્ટી દરમિયાન ફાર્મહાઉસમાં તેને જબરદસ્તી દારૂ પીવડાવીને શારીરિક શોષણ (Rape) કરવામાં આવ્યું.

Telangana News : તેલંગાણામાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી Bandi Sanjay Kumar ના પુત્ર (Minister Son)સાઈ ભાગીરથ વિરુદ્ધ નોંધાયેલા POCSO કેસે રાજકીય તોફાન મચાવી દીધું છે. 17 વર્ષની સગીરાએ આરોપ લગાવ્યો છે કે નવા વર્ષની પાર્ટી દરમિયાન ફાર્મહાઉસમાં તેને જબરદસ્તી દારૂ પીવડાવીને શારીરિક શોષણ (Rape) કરવામાં આવ્યું. પરિવારના જણાવ્યા અનુસાર ફરિયાદ નોંધાવ્યા બાદ ચાર મહિના સુધી દબાણ અને ધમકીઓનો સામનો કરવો પડ્યો.

નવા વર્ષની પાર્ટીથી શરૂ થયો વિવાદ

31 ડિસેમ્બર 2025ની રાત્રે હૈદરાબાદ નજીકના ફાર્મહાઉસમાં ન્યૂ યર પાર્ટી યોજાઈ હતી. પાર્ટીમાં સગીરા, તેની એક મહિલા મિત્ર અને પાંચ યુવકો હાજર હતા. આમાં સાઈ ભાગીરથ પણ સામેલ હતો. આરોપ મુજબ ભાગીરથે સગીરાને દારૂ પીવા માટે દબાણ કર્યું અને બાદમાં તેની સાથે અશ્લીલ વર્તન કરીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યું.

ઘટના બાદ પીડિતાએ માતાને સમગ્ર બનાવની જાણ કરી હતી. પરિવારે પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પર સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ છે.

4 મહિના પછી નોંધાયો POCSO કેસ

8 મે 2026ના રોજ પીડિતાની માતાની ફરિયાદના આધારે ભાગીરથ વિરુદ્ધ POCSO હેઠળ ગુનો નોંધાયો. બાદમાં પોલીસે તેની ધરપકડ કરી અને હાલ પૂછપરછ ચાલી રહી છે. પોલીસ મુજબ આરોપી 29 મે સુધી રિમાન્ડ પર છે.

પીડિતાની માતાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ભાગીરથે લગ્નનો વિશ્વાસ અપાવી દીકરી સાથે નજીકતા વધારી હતી. સોશિયલ મીડિયા મારફતે બંને વચ્ચે સંપર્ક વધ્યો અને બાદમાં તેને ઇમોશનલ બ્લેકમેલ કરવામાં આવતી હતી.

પીડિત પરિવારનો ગંભીર આરોપ

પરિવારનો આરોપ છે કે ફરિયાદ પાછી ખેંચવા માટે ધમકીઓ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આરોપી પક્ષ તરફથી સગીરા પર બ્લેકમેલિંગના આક્ષેપો સાથે કાઉન્ટર કેસ પણ નોંધાવવામાં આવ્યો હતો.

પરિવારના જણાવ્યા મુજબ 23 એપ્રિલે તેમની મુલાકાત મંત્રી બંડી સંજય કુમાર સાથે કરાવવામાં આવી હતી, જ્યાં સમાધાન માટે દબાણ કરવામાં આવ્યું હતું.

BJP-RSS વચ્ચે અંતરની ચર્ચા

કેસ સામે આવ્યા બાદ RSSએ આ મામલાથી પોતાને અલગ જાહેર કર્યું છે. RSSના તેલંગાણા પ્રાંત પ્રચારકોએ સ્પષ્ટ કહ્યું કે આ BJPનો આંતરિક મામલો છે અને સંઘને આ સાથે કોઈ લેવા-દેવા નથી.

રાજકીય વર્તુળોમાં આ નિવેદન બાદ BJP અને RSS વચ્ચે તણાવની ચર્ચાઓ તેજ બની છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી દરમિયાન બંને સંગઠનોની નજીકતા બાદ આ પ્રકારનું જાહેર અંતર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

બંડી સંજયે શું કહ્યું?

કેન્દ્રીય મંત્રી બંડી સંજય કુમારે આરોપોને રાજકીય સાજિશ ગણાવ્યા છે. તેમણે જાહેર સભામાં કહ્યું કે તેમના પરિવાર અને પાર્ટીને બદનામ કરવા માટે આ પ્રકારના આરોપો લગાવવામાં આવી રહ્યા છે.

બીજી તરફ આરોપી પક્ષના વકીલોએ દાવો કર્યો કે ભાગીરથે સ્વૈચ્છિક રીતે પોલીસ સમક્ષ હાજરી આપી હતી, જ્યારે પોલીસે સ્પષ્ટ કહ્યું કે તેની ધરપકડ કરવામાં આવી છે, સરેન્ડર નહીં.

પોલીસનું નિવેદન

તેલંગાણા પોલીસે જણાવ્યું કે 12 મેના રોજ ભાગીરથને પૂછપરછ માટે નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તે હાજર રહ્યો નહોતો. બાદમાં 16 મેના રોજ પોલીસે તેને ઝડપી લીધો હતો.

પીડિત પરિવાર હાલ પોલીસ સુરક્ષા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે અને મીડિયા સાથે વાતચીત ટાળી રહ્યું છે.


આ પણ વાંચો : રાજકોટમાં સગીરા સાથે ગેંગરેપ કેસમાં 5ની ધરપકડ, 3 આરોપીની શોધખોળ ચાલુ

આ પણ વાંચો : રેપ કેસ હોવા છતાં ગર્ભપાત નહીં! સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ચકચાર

આ પણ વાંચો : ઉન્નાવ રેપ કેસ, સેંગરની સજા સસ્પેન્ડ મુદ્દે CBIની અરજી પર સુપ્રીમ કોર્ટ 29 ડિસેમ્બરે સુનાવણી કરશે