Breaking News/ UCC બિલની રજૂઆત પૂર્વે જ ગુજરાત વિધાનસભાને ખાલિસ્તાનીઓના નામે મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ગુજરાત વિધાનસભાને યુસીસી બિલની રજૂઆત પૂર્વે જ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ ચોંકી ઉઠી છે. ધમકી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ ટુકડી, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ તરત જ ધસી આવી હતી. કલાક સુધી ચકાસણી કરી હતી પછી કશું મળ્યું ન હતુ. ધારાસભ્યો પણ ગૃહની બહાર આવી ગયા હતા. ધમકીના લીધે વિધાનસભાની કાર્યવાહી મોડી શરૂ થઈ હતી.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Bomb Threat: UCC પૂર્વે ગુજરાત વિધાનસભાને મળી ધમકી

Gandhinagar News: વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળ્યો છે. ધમકીભર્યો ઈમેલ મળતાં જ પોલીસ ટીમ હરકતમાં આવી ગઈ છે.  મોટા-મોટા પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. તેના પગલે તરત જ વિધાનસભા સંકુલ (Assembly Complex) ની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

Bomb Threat: UCC પૂર્વે ગુજરાત વિધાનસભાને મળી ધમકી
Bomb Threat: UCC પૂર્વે ગુજરાત વિધાનસભાને મળી ધમકી

ખાલિસ્તાનીઓએ આપી બોમ્બ (Bomb Threat)થી ઉડાવી દેવાની ધમકી !

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. શાળા, કોર્ટ અને પોસ્ટ ઓફિસ પછી હવે વિધાનસભા (Gujarat Legislative Assembly) ને પણ બોમ્બ (Bombthreat)થી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ કારણે ગૃહમાં રાત્રે 9 વાગ્યે યોજાનારી બેઠક મોડી પડી છે. બધા ધારાસભ્યો ગૃહની બહાર આવી ગયા હતા. બધા મંત્રીઓ પણ ગૃહની બહાર આવી ગયા હતા.

યુસીસી બિલ પૂર્વે જ મળેલી ધમકીથી તંત્ર ચોંક્યુ

અહીં યાદ રાખવું જરૂરી છે કે ગુજરાત વિધાનસભામાં આગામી દિવસોમાં યુસીસી (UCC) બિલ રજૂ થવાનું છે તે જ સમયે મળેલી બોમ્બની ધમકીના લીધે પોલીસ આ વાત ગંભીરતાથી લઈ રહી છે. આ બિલ 24 માર્ચની આસપાસ રજૂ થાય તેમ મનાય છે. મોટાભાગે આ બિલને મંજૂરી મળી જશે તેમ માનવામાં આવે છે. સવારે સવા આઠ વાગ્યે મેલથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ લગભગ કલાકથી તપાસકરી રહી છે અને અત્યાર સુધી કશું મળ્યું નથી.

Bomb Threat: UCC પૂર્વે ગુજરાત વિધાનસભાને મળી ધમકી
Bomb Threat: UCC પૂર્વે ગુજરાત વિધાનસભાને મળી ધમકી

કશું શંકાસ્પદ ન મળતા કાર્યવાહી શરૂ

જો કે કશું ન મળવાના લીધે વિધાનસભા ગૃહની કાર્યવાહી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી.  ધમકીભર્યા ઈમેલ મળતાં જ પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ અને અન્ય ટીમો સહિત સુરક્ષા દળો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બધા ધારાસભ્યો અને મંત્રીઓને ગૃહમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાદમાં, જ્યારે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી, ત્યારે સવારે 9 વાગ્યાને બદલે સવારે 10 વાગ્યે વિધાનસભાની કાર્યવાહી ફરી શરૂ થઈ હતી.

એ નોંધવું મહત્વપૂર્ણ છે કે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ શરૂ થયેલ બજેટ સત્ર 23 દિવસ સુધી એટલે કે 25 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રમાં કુલ 26 બેઠકો હશે. ગઈકાલે, ગૃહમાં યુસીસી બિલ રજૂ કરવાના મુદ્દા પર ચર્ચા કરવા અને તેની રજૂઆત માટેની તારીખ નક્કી કરવા માટે બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠક મળી હતી. 25 માર્ચ તારીખ નક્કી કરવામાં આવી છે.

વિધાનસભાના સત્તાવાર ઇ-મેઇલ એડ્રેસ પર બપોરે બે વાગે બ્લાસ્ટની ધમકી મળી

ગાંધીનગર વિધાનસભામાં ધમકીભર્યા ઈમેલ મળ્યા બાદ સુરક્ષા વ્યવસ્થા એલર્ટ પર રાખવામાં આવી છે. પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે બપોરે 2 વાગ્યે વિધાનસભાના સત્તાવાર ઇમેઇલ સરનામાં પર Gmail દ્વારા અંગ્રેજીમાં મોકલવામાં આવેલા ઇમેઇલમાં બોમ્બ ધમકીની જાણ કરવામાં આવી હતી.

આ ઘટનાને ગંભીરતાથી લેતા, પોલીસે તપાસ શરૂ કરી છે અને કેસ દાખલ કરશે. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે શું આ ઇમેઇલ અગાઉના કોઈપણ સમાન ઇમેઇલ સાથે જોડાયેલ છે. સુરક્ષા કડક કરવામાં આવી છે, અને સાયબર ટીમ ઇમેઇલના સ્ત્રોતને શોધવા માટે કામ કરી રહી છે. ધમકીભર્યા ઇમેઇલ બાદ, વિધાનસભા ગૃહ સવારે 9 વાગ્યાને બદલે સવારે 10 વાગ્યે કામ શરૂ કરી દીધું. ગાંધીનગર સચિવાલયના મુખ્ય પ્રવેશદ્વાર પર સંપૂર્ણ તપાસ કર્યા પછી જ કર્મચારીઓને અંદર જવા દેવામાં આવે છે.


આ પણ વાંચો: અમદાવાદની વિવિધ સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલને પગલે ગુનો દાખલ

આ પણ વાંચો: અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, કોર્ટ ખાલી કરાઈ

આ પણ વાંચો: વડોદરા કોર્ટને ફરી બોમ્બથી ઉડાવવાની ધમકી, 15 દિવસમાં બીજી વખત ચકચાર