મુંબઇ,
બોલિવૂડ અભિનેતા અજય દેવગનના સિતારા હાલ બુલંદી પર ચાલી રહ્યા છે. અજય આજકાલ ઘણી ફિલ્મોમાં વ્યસ્ત છે અને હવે સમાચાર મળી રહ્યા છે કે તેમને વધુ એક ફિલ્મ સાઇન કરી છે.
તાજેતરમાં અજયએ ડાયરેક્ટર ઈન્દ્રકુમાર સાથે ‘ટોટલ ધમાલ’ સાઇન કરી છે, પરંતુ આ ફિલ્મ પૂર્ણ થયા બાદ એકવાર ફરીથી આ એક્ટર-ડાયરેક્ટરની જોડી ‘ધ બીગ બુલ’માં દેખાશે. રસપ્રદ વાત એ છે કે તેઓ આ ફિલ્મમાં લીડ રોલ તરીકે જોવા મળશે નહી, પણ આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે.

અજય દેવગન લગભગ 14 વર્ષ પછી ઈન્દ્રકુમાર સાથે બે-બે ફિલ્મો કરવાના છે. પહેલાં આ બંને લગભગ 14 વર્ષ પહેલા ફિલ્મ ‘મસ્તી‘માં સાથે કામ કર્યું હતું.અજય દેવગન જલ્દી ફિલ્મ ‘તાનજી’ અને ‘ટોટલ ધમાલ’ માં જોવા મળશે. ટોટલ ધમાલ 22 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે મધુરી દીક્ષિત અને અનિલ કપૂર પણ મહત્વના પાત્ર છે.
ફિલ્મ ‘ધ બિગ બુલ’ કુખ્યાત સ્ટોક બ્રોકર હર્ષદ મહેતાની સ્ટોરી આધારિત. જેમણે સ્ટોક માર્કેટને પોતાની સ્કિલથી બદલી નાખી હતી. આ ફિલ્મને કુક્કી ગુલાટી ડાયરેક્ટ કરશે. ફિલ્મની કાસ્ટિંગ હાલ કરવામાં આવી રહી છે. આમાં આ ફિલ્મમાં કોણ લીડ રોલ પ્લે કરશે, તે હજુ સ્પષ્ટ નથી.
