મુંબઇ,
શુક્રવારે ‘ઝીરો’ સાથે સાથે કન્નડ ફિલ્મ ‘KGF: Chapter 1’ પણ રિલીઝ થઇ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણીની માહિતી પણ આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયાભરના બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ દિવસ 25 કરોડ રૂપિયા કમાવ્યા છે. કર્ણાટકમાં ફિલ્મ લગભગ 25 કરોડથી વધુ કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કન્નડ ભાષામાં બનેલી અત્યાર સુધી કોઈ પણ ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી નથી જેથી આ એક રેકોર્ડ છે.
‘ઝીરો’ અને ‘કેજીએફ’ ની કમાણીની વાત કરીએ તો ઝીરોએ જ્યાં પહેલા દિવસે ભારતમાં 20.14 કરોડ રૂપિયા કમાવ્યા છે, ત્યાં કેજીએફએ રૂ. 2.10 કરોડની કમાણી કરી છે.
#KGF Fri ₹ 2.10 cr [1500 screens]. India biz. Note: HINDI version… Performed best in Mumbai… Biz on Day 2 and Day 3 is pivotal.
— taran adarsh (@taran_adarsh) December 22, 2018
#Zero has underperformed on Day 1, despite extensive release [4380 screens] + #Christmas vacations… Sat and Sun biz extremely crucial… Fri ₹ 20.14 cr. India biz.
— taran adarsh (@taran_adarsh) December 22, 2018
બાહુબલીથી પાછળ રહી ગઈ કેજીએફ
જો તેલુગુ ફિલ્મ બાહુબલી 2 થી કમ્પેયર કરીએ તો આ પછી ફિલ્મ હજી પણ પાછળ છે. બાહુબલી 2 એ પ્રથમ દિવસે રૂ. 100 કરોડ કમાવ્યા હતા.
