મુંબઇ
કરીના કપૂર તેના પિતરાઈ ભાઈ રણબીર કપૂર સાથે કામ કરવા આતુર છે.બંને ભાઈ બહેન વચ્ચે સંબંધો પણ સારા રહ્યા છે.જો કે બંનેના ફેન આજે પણ રાહ જોઈ રહ્યા છે કે કરીના રણબીર ક્યારે સાથે જોવા મળે.
કરીના કપુરે આમ તો કેટલીક વખત કહ્યુ છે કે તે રણબીર કપુર સાથે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.તેને સારી સ્ક્રિપટનો ઈંતઝાર છે.

કરીના કહે છે કે હાલના સમયમાં બોલિવુડમાં રણબીર કપુર બેસ્ટ એક્ટર તરીકે છે. તે પોતાની એક્ટિંગ કુશળતા સતત સાબિત કરી રહ્યો છે. રણબીર કપુર સાથે તે ખુબ પ્રોટેક્વિટ અનુભવ કરે છે.
હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન કરીના કપુરને જ્યારે વાત કરવામાં આવી ત્યારે કરીના એ કહ્યુ હતુ કે તે રણબીર કપુરથી એક્ટિંગને લઇને ખુબ પ્રભાવિત રહી છે.

કરીના કપુર બોલિવુડમાં એક સમય નંબર વન સ્ટાર તરીકે હતી. તેની તમામ મોટી ફિલ્મો રજૂ થઇ હતી. તે તમામ ત્રણેય ખાન સાથે કામ કરી ચુકી છે. આમીર ખાન સાથે તે થ્રી ઇડિયટ્સમાં નજરે પડી હતી. જ્યારે સલમાન ખાન સાથે બોડીગાર્ડ અને અન્ય ફિલ્મોમાં નજરે પડી ચુકી છે. શાહરૃખ ખાન સાથે પણ કેટલીક ફિલ્મોમાં રોલ કરી ચુકી છે. તે તમામ યુવા પેઢીના સ્ટાર સાથે પણ કામ કરી રહી છે. અર્જુન કપુર સાથે એક ફિલ્મમાં નજરે પડી હતી. એક સારી ભાઇ બહેનવાળી ફિલ્મમાં તે રણબીર સાથે કામ કરવા માટે ઇચ્છુક છે. રણબીર કપુરની હાલમાં રજુ થયેલી ફિલ્મ સંજુ બોક્સ ઓફિસ પર જોરદાર ધુમ મચાવી રહી છે. ફિલ્મ સુપરહિટ રહી છે.
