Not Set/ પંચમહાલ આદિજાતિ વિસ્તારનાં 85 ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ આપવા રૂ. 249.61 કરોડની યોજના મંજૂર

CM રૂપાણી દ્વારા પંચમહાલ આદિજાતિ વિસ્તારનાં ૮૫ ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ આપવા રૂ. ૨૪૯.૬૧ કરોડની યોજનાની મંજૂરી આપી દેવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ૧૧ ચેકડેમ બનાવવા પણ CM વિજયભાઈ રૂપાણીએ રૂ. ૯ કરોડ ૮૫ લાખની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા એક પછી એક અનેક નિર્ણયો લેવાના અને યોજનાઓ જાહેર કરી પ્રજાહિતનાં […]

Uncategorized

CM રૂપાણી દ્વારા પંચમહાલ આદિજાતિ વિસ્તારનાં ૮૫ ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ આપવા રૂ. ૨૪૯.૬૧ કરોડની યોજનાની મંજૂરી આપી દેવામાં આવી છે.  દક્ષિણ ગુજરાતમાં ૧૧ ચેકડેમ બનાવવા પણ CM વિજયભાઈ રૂપાણીએ રૂ. ૯ કરોડ ૮૫ લાખની રકમ મંજૂર કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા એક પછી એક અનેક નિર્ણયો લેવાના અને યોજનાઓ જાહેર કરી પ્રજાહિતનાં કાર્યોને વેગ આપવાનાં પ્રયાસો કરવમાં આવી રહ્યા છે.

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્યની વિકાસયાત્રા માટે જાહેર કરાયેલી યોજનાઓ, નિર્ણયો મહવપૂર્ણ માઈલસ્ટોન સમા બન્યા છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાતનાં વિકાસ માટે સંવેદનશીલતાપૂર્વક લેવામાં આવેલા ફટાફટ અને સટાસટ નિર્ણયો દ્વારા પ્રગતિશીલતાની પરાકાષ્ઠા સર્જાઈ છે. ચાલુ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ખેડૂતો, આદિવાસીઓ, મહિલા, યુવાનો, પ્રવાસીઓ, વેપારીઓ વગેરે માટે પંદરથી વધુ હિતકારી નિર્ણયો લઈ, યોજનાઓ જાહેર કરી સાબિત કરી આપ્યું છે કે, ગુજરાત સરકાર ફાસ્ટટ્રેક ગવર્નમેન્ટ છે.

ગુજરાત સરકારે પંચમહાલનાં આદિજાતિ વિસ્તારનાં ૮૫ ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ આપવા રૂ. ૨૪૯.૬૧ કરોડની યોજનાની મંજૂરી આપી છે. જે અંતગર્ત પંચમહાલ જિલ્લાનાં શહેરા, ગોધરા, કાલોલ અને ઘોઘંબા તાલુકાનાં પૂર્વપટ્ટીનાં ગામોને ઉદવહન સિંચાઈથી પાણી આપવા માટે ૧૮૫ મીટર લેવલે ટેકરી પર ચઢાવી અંડરગ્રાઉન્ડ ડીસ્ટ્રીબ્યુશન પાઈપલાઈનથી સિંચાઈ માટે પાણી વહાવડાવવામાં આવશે. જેથી ૮૫ ગામોનાં ૧૨૮ તળાવો ઉપરાંત નાની સિંચાઈનાં ૧૧ સિંચાઈ તળાવો મળીને ૩૫૦૦ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. આમ, આદિજાતિ વિસ્તારનાં ખેડૂતો ખરીફ અને રવિ ઋતુમાં પાક લઈ શકશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પંચમહાલનાં આદિજાતિ વિસ્તારનાં ૮૫ ગામોનાં ખેડૂતોને સિંચાઈનાં પાણીનો લાભ આપવા રૂ. ૨૪૯.૬૧ કરોડની યોજનાની મંજૂરી આપવા ઉપરાંત દક્ષિણ ગુજરાતનાં વલસાડ જિલ્લાનાં દૂર્ગમ આદિજાતિ વિસ્તાર કપરાડા તાલુકામાં દમણગંગા અને કોલક નદીની શાખા-પ્રશાખા પર ૧૧ મોટા ચેકડેમ બાંધવા માટે રૂ. ૯ કરોડ ૮૫ લાખની રકમ મંજૂર કરી છે.

વલસાડ જિલ્લાનો કપરાડા તાલુકો રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો અને ગુજરાતના ચેરાપૂંજી તરીકે જાણીતો છે. અહીં ૧૦૦ – ૧૧૦ ઇંચથી વધુ વરસાદ પડે છે પરંતુ કપરાડાની ભૌગોલિક પરિસ્થિતીના કારણે ડુંગરાળ અને વધુ ઢોળાવવાળી નદીઓ હોવાથી વરસાદી પાણી ઝડપથી સમુદ્રમાં વહી નકામું જાય છે. વરસાદી પાણીનાં સંગ્રહનાં અભાવે, બહુધા આદિજાતિ ખેડૂતોને ચોમાસા પછી વરસાદી પાણીનો લાભ મળતો નથી તેથી ચોમાસા બાદ પિયતની ખેતી પણ થઈ શકતી નથી. મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ ધરતીપુત્રોની આ સમસ્યા નિવારવાના હેતુસર શિયાળા-ઉનાળામાં સિંચાઈ માટે અને પશુ-ઢોરઢાંખરને પીવા માટે પાણીની સર્જાતી ગંભીર મુશ્કેલીઓ નિવારવાના સંવેદનાસ્પર્શી ભાવ સાથે ૧૧ મોટા ચેકડેમ બાંધવાના નિર્ણયને મંજૂરી આપી છે.

ગુજરાત સરકારે રૂ. ૯ કરોડ ૮૫ લાખના ખર્ચે જે ૧૧ ચેકડેમ બાંધવાની મંજૂરી આપી છે તેમાં દમણગંગા નદીની શાખા-પ્રશાખા પસાર થતી હોય તેવા દહીખેડ, ધમણગવન, એકલારા-૧, કરચોંડ-૧, કરચોંડ-૨, માલઘર, નરવડ, પેંન્ડર દેવી અને વડોલીમાં તેમજ કોલક નદી પર લવકર-૧ અને લવકર-ર એમ કુલ-૧૧ ચેકડેમ બાંધવામાં આવનાર છે. આ ૧૧ ચેકડેમનું નિર્માણ થવાથી ૭૩ મીટર ઘનફૂટ જેટલો પાણીનો જળસંગ્રહ થઈ શકશે તેમજ ૧૯૬ હેકટર જેટલી ખેતીલાયક જમીનને સિંચાઈનાં પાણીનો આડકતરો લાભ મળતો થશે. ઉપરાંત આ ૧૧ ચેકડેમ બંધાવાને પરિણામે ચોમાસામાં નકામા વહી જતા દમણગંગા અને કોલક નદીનાં પાણીનો સંગ્રહ થવાથી ભૂર્ગભ જળસ્તર ઊંચા આવશે. ઘર વપરાશનાં પાણીનો પ્રશ્ન પણ આ ચેકડેમનાં ઉપરવાસમાં સંગ્રહીત થનારા પાણીથી હલ થશે અને પાણી ઉપલબ્ધ થતાં પશુપાલન ડેરી વ્યવસાયને વેગ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન