Not Set/ પીએમ નરેન્દ્ર મોદીની બાયોપિકને  ભાજપનો સપોર્ટ હોવાની ચર્ચા

ઓમંગ કુમારના નિર્દેશનમાં બનેલી  વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે અને  આ ફિલ્મ ટ્રેલર બાદ સતત ચર્ચામાં છે. પહેલા જાવેદ અખ્તરે ફિલ્મના પોસ્ટરમાં તેમનું નામ લિરિસિસ્ટ તરીકે હોવા માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મના ગીતો તેમણે નથી લખ્યાં.  તો પછી ગીતકાર સમીરે પણ તેમના […]

Uncategorized

ઓમંગ કુમારના નિર્દેશનમાં બનેલી  વિવેક ઓબેરોય અભિનિત ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીનું ટ્રેલર રીલીઝ થઈ ચૂક્યું છે અને  આ ફિલ્મ ટ્રેલર બાદ સતત ચર્ચામાં છે. પહેલા જાવેદ અખ્તરે ફિલ્મના પોસ્ટરમાં તેમનું નામ લિરિસિસ્ટ તરીકે હોવા માટે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ ફિલ્મના ગીતો તેમણે નથી લખ્યાં.  તો પછી ગીતકાર સમીરે પણ તેમના નામ માટે પ્રશ્ન ઉભો કર્યો હતો.

હવે ફિલ્મ પર એવો આરોપ લાગી રહ્યો છે કે આ ફિલ્મને ભારતીય જનતા પાર્ટીનું સમર્થન છે. અને કહેવાઈ રહ્યું છે કે  ફિલ્મના મેકર્સ સીધા મોદીના સંપર્કમાં છે ફિલ્મના પ્રોડ્યૂસર સંદીપ સિંહે કહ્યું હતું કે અમે જ્યારે અમે મૈરી કોમ રીલીઝ કરી ત્યારે મને મહારાષ્ટ્રના સીએમનું સમર્થન નહોતું મળ્યુ. મેં આ ફિલ્મના લોન્ચિંગમાં સ્પોર્ટસ પર્સનાલિટીને બોલાવી હતી.  જ્યારે આ ફિલ્મની વાત આવી ત્યારે  અમે વિચારવા મજબૂર થઈ ગયા કે  આટલી મોટી હસ્તીની ફિલ્મ માટે મારે કોને આમંત્રણ આપવું.

તેમણે કહ્યુ કે મે મહારાષ્ટ્રના સીએમને કહ્યું ઉપરાંત અમિત શાહને પણ પોસ્ટર લોન્ચિંગ માટે નિવેદન કર્યું .પરંતુ તે સમયે જ ગોવાના સીએમનું નિધન થતા  ઘણી બાબતો શકય ન બની.

સંદીપ સિંહે ઉમેર્યું કે તેઓ મારા મહેમાન છે  મારા સપોટર્સ નથી.  હું તેમની પાર્ટીને સપોર્ટ કરનારો નથી , કે નથી હું તેમના વોટ વધારવાનું કામ કરતો.. કારણ કે તેઓએ જે સારા કામ કર્યા છે. તે પ્રમાણે મતદાતા જાણે છે કે તેમને કોને વોટ આપવો.

જ્યારે સંદીપ સિંહને પૂછવામાં આવ્યું કે શું તેમણે  ફિલ્મ માટે પીએમ મોદીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યુ કે બધા જ આ ફિલ્મ વિશે જાણે છે.  જો તેઓ ફિલ્મ જોવા માગે તો  હું ગર્વ અનુભવીશ. જોકે મને લાગે છે કે પીએમ મોદી બે કલાક તેમની ફિલ્મ જોવામાં નહીં બગાડે તેઓ એટલા સમયમાં દેશ માટે કોઈ સારું કામ કરશે.