આગામી અઠવાડિયે નાણા મંત્રાલય એવો નિર્ણય લઈ શકે છે જેના કારણે શેર બજારમાં તેજી આવી શકે છે તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં નાણા રોકનારાને પણ સીધો ફાયદો મળી શકે છે.
વિદેશી રોકાણકારો દેશના શેરબજારમાં વધુ નાણા રોકી શકશે. આગામી અઠવાડિયે નાણા મંત્રાલય આ અંગે નિર્ણય લઈ શકે છે. જેનાથી શેરબજાણરમાં તેજી આવશે. અને મ્યુચ્યુફંડને પણ ફાયદો થશે. સરકાર એફપીઆઇ એટલે કે ફોરોન પોર્ટફોલિયો ઇનવેસ્ટમેન્ટની સીમા વધારવા અંગેનો વિચાર કરી રહી છે. જો આમ થશે તો વિદેશી રોકાણની સાથે સાથે કરંટ એકાઉન્ટ ડેફિસિટ પર નિયંત્રણ મેળવવામાં પણ મદદ મળશ.
આઇપીઓ અને એફપીઓમાં હાલમાં વધુમા વધુ 50 ટકા સબ્સક્રિપ્શનની મર્યાદા છે. કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઇના રોકાણની સીમા 20 ટકા વધારવામાં આવી છે. આ અંગે આગામી અઠવાડિયે નાણાં મંત્રાલય અને સેબી વચ્ચે બેઠક થઈ શકે છે. તમને જણાવી દઇએ કે એફપીઆઈનો અર્થ વિદેશી પોર્ટફોલિયો રોકાણકાર હોય છે અન્ય કોઈ દેશમાંથી ભારતના શેર બજાર અને બોન્ડબજારમાં નાણા રોકનારને એફપીઆઇ કહેવામાં આવે છે.
મ્યુચ્યુઅલ ફંડમાં કંપનીઓ રોકાણકાર પાસેથી નાણા એકત્ર કરે છે. આ નાણા તે શેરમાં રોકે છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જો વિદેશી રોકાણકાર શેર બજારમાં નાણા રોકશે તો મ્યુચ્યુઅલ ફઁડ સ્કીમમાં પૈસા રોકનારાની એનએવીની કિંમત વધી જશે. અને તમને વધારે નાણા મળે તેવી તક પ્રાપ્ત થશે.
એફપીઆઇમાં વિદેશી રોકાણકારો માર્ચ મહિનાના પ્રથમ 15 દિવસમાં ઘરેલુ મૂડી બજારમાં 20, 400 કરોડ કરતાં વધારે રોકાણ કર્યુ છે. આર્થિક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોર અંગેની ચિંતાઓ ઓછી થતા અને અમેરિકન સેન ટ્રલ ફેડરલ રિર્ઝવ બેંકના વ્યાજ દર ન વધવાને કારણે વિદેશી રોકાણકારોનો ઝૂકાવ ભારત તરફ વધ્યો છે તેથી રૂપિયો પણ મજબૂત થયો છે.
એફપીઆઇએ 15 માર્ચ દરમિયાન શેર બજારમાં શુદ્ધ રૂપે 17, 919 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જ્યારે બોન્ડ માર્કેટમાં શુદ્ધ રૂપે 2,499 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. આ રીતે કુલ 20,418 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.
