સ્ત્રીનાં સૌંદર્યમાં તેના ઉરોજનો ઘણો મહત્વનો ફાળો રહેલો છે, પરંતુ ઉરોજનું સૌંદર્ય કેમ જાળવવું? અને સંભાળ કેવી રીતે રાખવી એ અંગે સ્ત્રીઓને યોગ્ય માહિતી નથી હોતી. અત્યારે વિશ્વની મહિલાઓમાં સ્તનકેન્સરનું પ્રમાણ વધ્યું છે ત્યારે મહિલાએ પોતાના ઉરોજના સ્વાસ્થ્ય અને સૌંદર્ય પ્રત્યે સભાન બનવું જ જોઈએ.
ઉરોજની સ્વસ્થતા તથા સૌંદર્ય માટે એ જરૂરી છે કે શરીર સપ્રમાણ હોય. ઘણી યુવતીઓ ભરાવદાર ઉરોજ કરાવવા માટે સર્જરીના શરણે જતી હોય છે જે યોગ્ય નથી.
ઉરોજને સુડોળ રાખવા માટે માલિશ પણ કરી શકાય. કોઈ પણ હર્બલ તેલ લઇને બ્રેસ્ટ પર હળવા હાથે મસાજ કરવો જોઈએ. આ મસાજ આંગળી વડે ક્લોકવાઇઝ અને એન્ટિક્લોકવાઇઝ કરવો. આ ઉપરાંત સ્તનની નીચેથી ઉપર તરફ કરી શકાય.
મસાજની સાથે સાથે ઉરોજને સુડોળ રાખવામાં કસરત પણ અગત્યનો ભાગ ભજવે છે. એક્સરસાઇઝથી ઉરોજનો સપ્રમાણ આકાર જળવાઈ રહે છે. નિયમિતપણે ડમ્બેલ્સ એકસરસાઇઝ અને પુશ-અપ્સ કરવાથી ઉરોજની સુડોળતા જળવાઈ રહેશે.
અત્યારે બ્રેસ્ટકેન્સરનું પ્રમાણ વધ્યું હોવાથી સ્ત્રીઓએ સ્તનની જાત તપાસ પણ કરવી જોઈએ. મોનોપોઝમાં આવેલી સ્ત્રીઓએ જાતે જ નિયમિત ચેક કરીને એ ચકાસવું કે સ્તનમાં ગાંઠ તો નથી ને? મોનોપોઝના સમયમાં જો ઉરોજની ત્વચા, નિપલમાંથી પ્રવાહી ઝરતું હોય તો વિના વિલંબે ડોક્ટરી તપાસ કરાવવી. મોનોપોઝમાં આવેલી સ્ત્રીઓએ દરમહિને મેમોગ્રાફી ટેસ્ટ કરાવવો જોઈએ.
સ્ત્રીઓએ પોતાના ઉરોજની કાળજી લેવા આંતરવસ્ત્રોની પસંદગીમાં પણ પૂરતું ધ્યાન આપવું જોઈએ. આંતરવસ્ત્રો યોગ્ય માપનાં અને આકારના જ પહેરવા. તે ઉરોજની ખૂબસૂરતી વધારવાની સાથે સ્વાસ્થ્ય પણ સાચવે છે.
ખોટા માપનાં આંતરવસ્ત્રોને લીધે બ્લડ સર્ક્યુલેશન ખોરવાતાં ક્યારેક સ્તનમાં ગાંઠ થતી હોય છે. જ્યારે તમે આરામ કરવાના હો અથવા રાત્રે સૂતી વખતે આંતરવસ્ત્રો ન પહેરવાં. સૂતી વખતે બને તેટલાં ઢીલાં કપડાં પહેરવાં
