Not Set/ સ્કૂલ ફી મામલો વિધાનસભામાં દિવસભર ગુંજતો રહ્યો, ફી માફી અને ફી ઘટાડા મામલે થતી રહી તું તું મેં મેં…

  વિધાનસભા ગૃહ ના ચોથા દિવસે કોંગ્રેસે સ્કૂલ ફી ઘટાડા મુદ્દે ગૃહમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કર્યા હતા. ટૂંકી મુદતના પ્રશ્ન કાળ દરમ્યાન કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા એ ખાનગી સ્કૂલ ફી માં  ઘટાડા મુદ્દે પ્રશ્ન કરતા આ મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી સરકાર જવાબ નહીં આપી શકે તેવુ શિક્ષણ મંત્રી એ નિવેદન કરતાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. સ્કૂલ ફીમાં […]

Uncategorized
 

વિધાનસભા ગૃહ ના ચોથા દિવસે કોંગ્રેસે સ્કૂલ ફી ઘટાડા મુદ્દે ગૃહમાં હોબાળો કરી સુત્રોચ્ચાર કર્યા હતા. ટૂંકી મુદતના પ્રશ્ન કાળ દરમ્યાન કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા એ ખાનગી સ્કૂલ ફી માં  ઘટાડા મુદ્દે પ્રશ્ન કરતા આ મામલો હાઇકોર્ટમાં પેન્ડિંગ હોવાથી સરકાર જવાબ નહીં આપી શકે તેવુ શિક્ષણ મંત્રી એ નિવેદન કરતાં કોંગ્રેસે હોબાળો કર્યો હતો. સ્કૂલ ફીમાં ઘટાડો કરો અને ભાજપ તેરી દાદાગીરી નહીં ચલેગી ના સૂત્રોચાર સાથે કોંગ્રેસે વોકઆઉટ કરી સ્કૂલ ફી ઘટાડા નું આંદોલન ગામડે ગામડે લઈ જવાની નેમ વ્યક્ત કરી હતી.

સ્કૂલ ફી માફી મુદ્દે પરેશ ધાનાણી એ પણ ઝંપલાવ્યું હતું. અં નાગે તેમને જણાવ્યું હતું કે, છ મહિનાથી શાળા કોલેજો બંધ છે, છતાંય શાળા કોલેજો દ્વારા ફી  માટે વારંવાર યેન કેન પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યા છે. જયારે લોક ડાઉનના લોકો આર્થિક રીતે હેરાન છે. ત્યારે વિદ્યાર્થીઓની ફી માફ કરવી જોઈએ. જયારે તેમને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ફી માફિયાઓ ધમકી આપી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.