મુંબઈ
પ્રિયંકા ચોપરા અને નિક જોનસનું રિલેશનશિપ લોકોના વચ્ચે હાલ ચર્ચાનો વિષય બનેલો છે. તાજેતરમાં જ પ્રિયંકાએ નિકના બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. આ દરમિયાન બંને પહેલીવાર એકબીજાને પબ્લિકલી કિસ કરી હતી અને હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં નિકએ પ્રિયંકાના સાથે તેના રિલેશનશિપ પર વાત કરી હતી.
નિકએ પ્રિયંકાના વિશે કહ્યું કે જે વસ્તુ અમને બંનેને બાંધી રાખે છે તે છે પરિવારનો પ્રેમ. સાથે એ વસ્તુનો વિશ્વાસ પણ છે કે જે લોકો તમારાથી નિકટ છે. તનું નામ તમારા સાથે જોડાયેલું છે. તેઓ દરેક પરીસ્થિતિમાં તમારો સાથે આપશે. હું તેમના સાથે મારા જીવનની શરૂઆત કરવા માટે ઉત્સાહિત છું.
https://instagram.com/p/Bn1g1hBBsBe/?utm_source=ig_embed
જણાવીએ કે બંનેના લગ્નની ચર્ચા જોરો પર ચાલી રહી છે. જાણવા મળ્યું હતું કે બંને આ વર્ષેના અંતમાં લગ્ન કરી શકે છે. પરંતુ પ્રિયંકાની માતાએ તાજેતરમાં આપેલ નિવેદન આપીને આ અફવાઓ પર ફૂલસ્ટોપ લગાવ્યું છે.
મધુ ચોપરાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું બંને હજુ લગ્ન વિશે કંઈ વિચાર્યું નથી. આ ઉતાવળ હશે. આ માત્ર અફવાઓ છે. બંને પાસે હાલ ખુબ જ કામ છે અને હાલ તેમનું ધ્યાન કામ તરફ જ કેન્દ્રિત કરી રહ્યા છે. બંનેને તમના લગ્ન માટે નિર્ણય લેવા માટે હજુ સમય જોઈએ છે.
