ચેન્નઇ : આઇપીએલ-12ની 41મી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇજર્સ હૈદરાબાદને 6 વિકેટી હરાવી પ્લેઓફમાં પોતાની દાવેદારી પાક્કી કરી દીધી છે. સનરાઇજર્સ હૈદરાબાદે પ્રથમ બેટીંગ કરતા ચેન્નઇ સુપર કિંગ્સને 175નો લક્ષ્ય આપ્યો હતો. જેને ચેન્નઇએ 19.5 ઓવરમાં મેળવ્યો હતો.
સનરાઇજર્સ હૈદરાબાદ તરફથી સૌથી વધુ રન બનાવનાર મનીષ પાંડે હતો. જેણે 49 બોલમાં સાત ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી અણનમ 83 રન બનાવ્યા હતા. તેનો સાથ આપતા ડેવિડ વોર્નરે 57 રન બનાવી બીજી વિકેટ માટે 115 રન ટીમ માટે જોડ્યા હતા.

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નઇ સુપર કિંગ્સની શરૂઆત ખૂબ ધીમી રહી હતી. ચેન્નઇએ પોતાની પ્રથમ વિકેટ શરૂઆતી ઓવરમાં જ ગુમાવી દીધી હતી. ચેન્નઇ 4 ઓવરમાં 1 વિકેટનાં નુકસાન સાથે 16 રન જ બનાવી શકી હતી. ત્યાર બાદ સુરેશ રૈનાએ તાબડતોડ બેટીંગ કરતા ટીમને રન ગતી આપી હતી. પ્રથમ 10 ઓવરમાં ચેન્નઇનો સ્કોર બે વિકેટનાં નુકસાન 80 રહ્યો હતો.

આ મેચની હાઇ લાઇટ ઓસ્ટ્રેલિયન ખિલાડી શેન વૉટ્સન બન્યો હતો. જેણે આઇપીએલ-12ની પ્રથમ હાફ સેન્ચ્યુરી ફટકારી પોતાના ફોર્મમાં પાછા ફર્યા હોવાનુ દર્શાવ્યુ હતુ. આ મેચમાં તોફાની બેટીંગ કરનાર વૉટ્સન પોતાની સેન્ચ્યુરીથી 4 રન દૂર રહી ગયો હતો. તેણે 53 બોલમાં 9 ચોક્કા અને 6 છક્કાની મદદથી 96 રન બનાવ્યા હતા.

