Not Set/ IPL 2020/ દિલ્હી કેપિટલ્સે કિંગ્સ ઈલેવન પંજાબને સુપર ઓવરમાં આપી માત

  કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. સુપરઓવર દ્વારા દિલ્હીએ પંજાબને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. જણાવી દઇએ કે, મયંક અગ્રવાલે મેચમાં અદભૂત 89 રન બનાવ્યા અને પંજાબને લક્ષ્યની નજીક પહોંચાડી દીધુ, પરંતુ છેલ્લા બે બોલમાં માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લઇને મેચને ટાઇ કરી દીધી હતી. […]

Uncategorized
 

કિંગ્સ ઇલેવન પંજાબ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. સુપરઓવર દ્વારા દિલ્હીએ પંજાબને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. જણાવી દઇએ કે, મયંક અગ્રવાલે મેચમાં અદભૂત 89 રન બનાવ્યા અને પંજાબને લક્ષ્યની નજીક પહોંચાડી દીધુ, પરંતુ છેલ્લા બે બોલમાં માર્કસ સ્ટોઇનિસે 2 વિકેટ લઇને મેચને ટાઇ કરી દીધી હતી. મયંક 89 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ક્રિસ જોર્ડન 5 રન બનાવીને છેલ્લા બોલ પર આઉટ થયો હતો.

ત્યારબાદ મેચનો નિર્ણય સુપરઓવર દ્વારા લેવામાં આવ્યો હતો. સુપરઓવરમાં પંજાબે પહેલા બેટિંગ કરી હતી પરંતુ કાગિસો રબાડાએ ઘાતક બોલિંગથી બે વિકેટ લઇને પંજાબની ટીમને પંચર કરી દીધી હતી. પંજાબની 2 વિકેટ ફક્ત 3 બોલમાં જ પડી હતી અને માત્ર 2 રન બન્યા હતા. આવી સ્થિતિમાં દિલ્હીને જીતવા માટે 3 રનની જરૂર હતી.

અગાઉ, મોહમ્મદ શમીની શાનદાર ઓપનિંગ બોલિંગ સામે ટોપ ઓર્ડર આઉટ થઇ ગયુ હોવા છતાં, દિલ્હી કેપિટલ્સે માર્કસ સ્ટોઇનિસની અંતિમ ઓવરોની ધમાકેદાર બેટિંગથી કિંગ્સ ઇલેવન પંજાબ સામે આઠ વિકેટે 157 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. ત્યારબાદ પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ પર 157 રન જ બનાવી શકી હતી, જેના કારણે મેચ ટાઇ થઇ ગઇ હતી. સ્ટોઈનિસે બેટિંગ બાદ બોલિંગમાં પણ અદભૂત પ્રદર્શન કર્યું હતુ અને છેલ્લી ઓવરમાં 2 વિકેટ સાથે મેચ ટાઈ કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.