સામગ્રી
250 ગ્રામ ચોખા (બાફેલા/ભાત)
1 ટી સ્પૂન જીરા પાવડર
1 ટી સ્પૂન લાલ મરચુ
1 ટી સ્પૂન ચાટ મસાલો
1 ટી સ્પૂન મીઠુ
1 ટી સ્પૂન ધાણા પાવડર
10 ગ્રામ ધાણા
1/4 ટી સ્પૂન હળદર
1/2 ટી સ્પૂન ગરમ મસાલો
2 ટેબલસ્પૂન કોર્ન સ્ટાર્ચ
બ્રેડક્રમ્બ્સ
બનાવવાની રીત
પહેલા એક બાઉલ લો તેમાં બટાકા, ભાત, જીરા પાવડર, ધાણા જીરુ લાલ મરચુ હળદર ગરમ મસાલો ચાટ મસાલો મીઠુ અને ધાણા નાખીને મિક્સ કરો.
ત્યારબાદ તેમા કોર્ન સ્ટાર્ચ નાખીને બીજીવાર હલાવીને મિક્સ કરો. પછી થોડુ મિક્સર લો અને નાના બોલ્સ બનાવો
આ બોલ્સને બ્રેડક્રમ્બ્સમાં રોલ કરો
ત્યારબાદ એક પેનમાં તેલ ગરમ કરો અને આ બોલ્સને હળવુ બ્રાઉન થતા સુધી ફ્રાઈ કરો.
ગરમાગરમ રાઈસ કટલેટ તૈયાર છે. તેને તમે કેચઅપ સાથે સર્વ કરી શકો છો.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
