Gujarat ATS-Terrorist/ ભારત પર વિજય મેળવવાના શપથ લીધા હતા ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓએ

ગુજરાત એટીએસની મહેનત રંગ લાવી છે. એટીએસે અત્યંત મહત્વની અને અકલ્પનીય સફળતા મેળવતા પકડેલા આતંકવાદીઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી)નો વિડીયો એટીએસ દ્વારા મેળવવામાં આવ્યો છે. એટીએસે જપ્ત કરેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા સહિત ચાર આતંકવાદીઓ દેશમાં આતંકવાદી હુમલો કરવાના સોગંદ લઈ રહ્યા છે.

Top Stories Gujarat
Gujarat ATS Terrorist ભારત પર વિજય મેળવવાના શપથ લીધા હતા ગુજરાત એટીએસે પકડેલા આતંકવાદીઓએ

અમદાવાદ: ગુજરાત એટીએસની મહેનત રંગ લાવી છે. Gujarat ATS એટીએસે અત્યંત મહત્વની અને અકલ્પનીય સફળતા મેળવતા પકડેલા આતંકવાદીઓ અંગે મોટો ખુલાસો કર્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇએસકેપી)નો વિડીયો એટીએસ દ્વારા મેળવવામાં આવ્યો છે. એટીએસે જપ્ત કરેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા સહિત ચાર આતંકવાદીઓ દેશમાં આતંકવાદી હુમલો કરવાના સોગંદ લઈ રહ્યા છે. આ વિડીયોમાં ભારત પર કેવી રીતે વિજય મેળવવો તે અંગે આતંકવાદીઓ શપથ લઈ રહ્યા છે. આ આતંકવાદીઓ ખોરસાનના આમિરના નામે શપથ લેતા દેખાઈ રહ્યા છે.

આઇએસઆઇએસનો ઝંડો
ગુજરાત એટીએસ દ્વારા ઝડપાયેલા આઇએસકેપી Gujarat ATS આતંકવાદીઓ હનાન, ઉબેદ, હાઝીમ અને ઝુબેર આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. તપાસ એજન્સી આ ઘટના લગભગ બે મહિના પહેલા એટલે કે ધરપકડના લગભગ 15 દિવસ પહેલા બની હોવાનું અનુમાન લગાવી રહી છે. વિડીયોમાં આઇએસઆઇએસનો ઝંડો પણ દેખાઈ રહ્યો છે. આ ઝંડાને આતંકવાદીઓએ શ્રીનગર પાસેના કબ્રસ્તાનની સામે દાટી દીધો હતો જેને પણ ગુજરાત એટીએસ દ્વારા કબજે કરાયો છે. આ ઉપરાંત ગુજરાત એટીએસ એક પછી એક આ આતંકી ગેંગ વિશે વધુ માહિતી મેળવી રહી છે.

ISKP આતંકવાદી સુમૈરાને એવી કટ્ટરપંથી Gujarat ATS બનાવવામાં આવી હતી કે તે કોઈપણ રીતે અફઘાનિસ્તાન જવા માંગતી હતી. તેણે પહેલા પતિ સાથે છૂટાછેડા લીધા બાદ તેણે અફઘાનિસ્તાન જવાના પ્રયાસમાં ફોન પર પીઓકેના ઓસામા સાથે લગ્ન કર્યા હતા. આ બંને ફેસબૂકના માધ્યમથી મળ્યા હતા. તેને લાગ્યું કે, ઓસામા સાથે લગ્ન કર્યા પછી તે જલ્દી જ પાકિસ્તાન અને ત્યાંથી અફઘાનિસ્તાન જઈ શકશે. જોકે, તે ઓસામા સાથે વધુ સંપર્ક વધારી શકે તે પહેલા જ ઝુબેર સાથે પણ વાતચીત વધવા લાગી હતી અને ઝુબેરની અન્ય સાથીઓ સાથે અફઘાનિસ્તાન જવાની તૈયારીઓ જોઈને તે પણ પોરબંદરથી જ બોટ દ્વારા અફઘાનિસ્તાન જવા તૈયાર થઈ ગઇ હતી. જોકે આતંકીઓ દરિયાઈ માર્ગે અફઘાનિસ્તાન પહોંચે તે પહેલા જ તમામ આતંકવાદીઓ ઝડપાઈ ગયા હતા.

આતંકીઓને કઇ રીતે પકડ્યા

આ આતંકીઓ પોરબંદરના સમુદ્રકિનારેથી Gujarat ATS ઇરાન થઇ અફધાનિસ્તાન જાય તે પહેલા રેલ્વે સ્ટેશન ખાતેથી જ પકડી પાડયા છે. તેઓ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામીક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ ત્યારે જ થઇ ગયો હતો. ગુજરાત એ.ટી.એસ.ને માહિતી મળી હતી કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (આઇ.એસ.કે.પી) સાથે સંકળયેલ કટ્ટરવાદી યુવાનો ગુજરાતના પોરબંદર દરિયાકાંઠાના માર્ગે ભારત છોડીને જવાની ફિરાકમાં હતા.

 

આ પણ વાંચોઃ Fraud Arrested/ સરકાર સાથે સ્પર્ધા મોંઘી પડીઃ ડુપ્લિકેટ લાઇસન્સ કાઢી આપનારા ફ્રોડ પકડાયા

આ પણ વાંચોઃ Terrorist Killed/ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતાઃ ચાર આતંકવાદી ઠાર

આ પણ વાંચોઃ Gujarati Rain/ રાજ્યમાં મેઘરાજાની વધુ એક ઇનિંગનો પ્રારંભઃ છેલ્લા 24 કલાકમાં ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

આ પણ વાંચોઃ Gujarat Rain/ ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી

આ પણ વાંચોઃ gujarat rain/ગુજરાતમાં સીઝનનો 63 ટકા વરસાદ પડી ગયો, આજે ભારે વરસાદની આગાહી