ગીર સોમનાથ/ રાજ્યમાં ધૈર્યરાજ જેવી બીમારીથી વધુ એક બાળક પીડિત, પરિવારે 16 કરોડના ઈન્જેકશન માટે માંગી મદદ

ગીર સોમનાથના અલીદર ગામમાં પોતાના બાળકને રૂ.16 કરોડના ઇન્જેક્શન લગાવવા માટે માતા-પિતાએ મદદ માટે હાથ ફેલાવ્યા

Gujarat Others Trending
a 223 રાજ્યમાં ધૈર્યરાજ જેવી બીમારીથી વધુ એક બાળક પીડિત, પરિવારે 16 કરોડના ઈન્જેકશન માટે માંગી મદદ

ગીર સોમનાથના અલીદર ગામના વિવાન નામના બાળકને સ્પાઇન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે. ત્યારે વિવાનના માતાપિતા 16 કરોડના ખર્ચે માટે લોકોની મદદ લઈ રહ્યા છે.આ ઘટના ગીર સોમનાથ જિલ્લાના અલીદર ગામની છે. વિવાન નામનો અઢી મહિનાનો બાળક ગંભીર બીમારીથી પીડાઈ છે. વિવાનને એસએમએ (સ્પાઈન મક્યુલર એટ્રોફી) નામની ગંભીર બીમારી છે.

કચ્છની ખાનગી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવનારા અશોકભાઇ વાઢેળને તેમના એકમાત્ર પુત્રની ચિંતા છે. અશોકભાઈના કહેવા મુજબ થોડા સમય પહેલા પોતાનો પુત્ર વિવાન બીમાર પડતા અને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને જૂનાગઢ ખાતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જ્યાથી આ બાળક નો રિપોર્ટ ચેન્નઈ મોકલાયા બાદ માલુમ પડ્યું કે વિવાન  સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાય રહ્યો છે.

આ પણ વાંચો :જામનગરમાં રહેણાંક મકાનમાં લાગી આગ, 70 વર્ષના વૃદ્ધાનું મોત

જે બિમારી ધૈર્યરાજને પણ હતી તેજ બીમારી વિવાન ને પણ થઈ છે. ભાગ્યેજ જોવાં મળતી  નામની બિમારીથી વિવાન ને બચાવવા 16 કરોડ રૂપિયાનું ઈન્જેકશન આપવું પડશે.તેવું નિષ્ણાતો એ જણાવ્યું છે.કહેવાય છે કે બાળક તો ભગવાનનું સ્વરૂપ છે.અને છતાં બાળકોને પણ અસાધ્ય અને ગંભીર બીમારી કેવી રીતે લાગુ પડે છે તે જ સમજાતુ નથી.

વિવાનના પિતાનું નામ અશોક ભાઈ વાઢેળ છે. જે ગીર સોમનાથના આલીદર ગામે રહે છે. અશોકભાઈ કચ્છમાં એક ખાનગી કમ્પનીમાં જોબ કરે છે. અને તેમને 18 હજાર પગાર છે. જેમાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. જોકે વિવાનને  smaની બીમારીમા બચાવવા 16 કરોડ રૂપિયા ક્યાંથી લાવવામાં તે સૌથી મોટો સવાલ છે. તેમની હિંમત તૂટી ગઈ છે.

આ પણ વાંચો :સુરતમાં વધુ એક 3 વર્ષની માસૂમ બની હવસખોરનો શિકાર

શું છે SMA?

સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બાળકોમાં જોવા મળતી અસાધ્ય બીમારી છે. આ બિમારીને કારણે બાળકોના સ્નાયુઓને નબળા પડે છે અને કરોડરજ્જુઓના સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી ઉભી કરે છે.

SMA ને લીધે બાળકોના મગજમાં રહેલા કોષો અને તેમની કરોડરજ્જુની નસો ઢીલી(નબળી) પડવા લાગે છે. બાળકોનું મગજ સ્નાયુઓની ગતિને નિયંત્રિત કરતા સંકેતો મોકલવાનું બંધ કરે છે. સમય-ઉંમરની સાથે આ બિમારી વધતી જાય છે. જોકે આજના આધુનિક જમાનામાં આ બિમારીની કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ છે, જે બિમારીની વૃદ્ધિને અટકાવે છે.

આ પણ વાંચો :આડા સંબંધના વહેમમાં આવી પ્રેમીએ પ્રેમિકા સાથે કર્યું એવું કે તે જાણીને…

SMAના લક્ષણો શું છે?

SMAના અમુક પ્રકારો છે. આ પ્રકારોને આધારે તેના લક્ષણો જોવા મળી રહ્યાં છે. આ અસાધ્ય બીમારીના લક્ષણો નીચે મુજબ છે :

હાથ અને પગની નબળાઇ બેસવામાં, ચાલવામાં અને અન્ય કોઈપણ હિલચાલમાં મુશ્કેલી સ્નાયુઓના હલનચલનમાં મુશ્કેલી
હાડકાં અને સાંધામાં તકલીફો, ખાસ કરીને કરોડરજ્જુમાં દુખાવો થવો શ્વાસ લેવામાં તકલીફ જે બાળકોમાં કરોડરજ્જુના સ્નાયુબદ્ધ એટ્રોફીના લક્ષણો હોય છે, તેઓ ધીમે-ધીમે એટલા અસમર્થ બને છે કે, તેમને શ્વાસ લેવા માટે વેન્ટિલેટરની જરૂર પડે છે. જોકે, બાળકોને લાંબા સમય સુધી વેન્ટિલેટર પર મૂકી શકાતા નથી, કારણ કે ટ્યૂબમાં ચેપનું જોખમ રહેલું છે.

આ પણ વાંચો :રાજ્યમાં RTE પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ