Ahmedabad Airport/ અમદાવાદ એરપોર્ટ પર અધિકારીઓ માટે માથાનો દુખાવો બન્યો એક શ્વાન, એરપોર્ટના રેમ્પ પર મચી દોડધામ

શ્વાનને ભગાડવા એરપોર્ટ પર ચાર જીપ 30 મિનિટ સુધી દોડાવવી પડી હતી. શ્વાન કોઈ ફ્લાઈટ સાથે ટકરાય તો અકસ્માતનું જોખમ હતું.

Ahmedabad Gujarat
શ્વાન

 દેશના સૌથી વ્યસ્ત પૈકીના એરપોર્ટમાં સામેલ અમદાવાદ એરપોર્ટની હાલત અમદાવાદના રોડ જેવી જ છે. અમદાવાદના રોડ જેમ જ અમદાવાદ એરપોર્ટના રન-વેમાં પણ ક્યારેક ગાય ક્યારેક વાંદરા તો ક્યારેક શ્વાન દોડતા જોવા મળે છે. ત્યારે આવામાં ફરી એકવાર એરપોર્ટના રેમ્પ પર શ્વાન જોવા મળ્યું હતું. શ્વાન જોવા મળતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ રેમ્પ પરથી શ્વાનને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. તાબડતોબ 4 જીપ દોડાવામાં આવી અને શ્વાનને રન-વે પર જતા અટકાવામા આવ્યું હતું.

આપને જણાવી દઈએ કે શ્વાનને ભગાડવા એરપોર્ટ પર ચાર જીપ 30 મિનિટ સુધી દોડાવવી પડી હતી. કૂતરું કોઈ ફ્લાઈટ સાથે ટકરાય તો અકસ્માતનું જોખમ હતું. ઘટનાને પગલે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ દોડતી થઈ ગઈ હતી. શ્વાનને ભગાડવાના પ્રયાસોને લીધે મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જતી 4 ફ્લાઈટ 20થી 30 મિનિટ મોડી પડી હતી. એરપોર્ટના રેમ્પ પર ફરતું કૂતરું સીસીટીવીમાં દેખાતા દોડધામ મચી ગઈ હતી.

અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની બેદરકારીને કારણે મુસાફરો ફ્લાઈટ ચુકી ગયાની ઘટના સામે આવી હતી. સાત સિનિયિર સિટિઝન અમદાવાદથી મુંબઈ થઈને અમેરિકા જવાના હતા. પરંતુ, એરપોર્ટના સ્ટાફે તેમને ગેરમાર્ગે દોરીને બીજા ટર્મિનલ પર લઈ ગયા હતા. જેના કારણે તેમની ફ્લાઈટ ચુકી ગયા હોવાનો આક્ષેપ આ સિનિયર સિટીઝનો દ્વારા કરવામાં આવ્યો હતો. વહેલા પહોંચેલા મુસાફરો એરપોર્ટના સ્ટાફને વાંકને લીધે રઝળી પડ્યા હોવાનો આક્ષેપ લગાવ્યા હતા. એરપોર્ટના સ્ટાફે વરિષ્ઠ નાગરિકોને વ્હીલચેર આપ્યા વગર તેમને એરપોર્ટની અંદર ચલાવવાની સાથે જ સામાન પણ ઉપાડવામાં આવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ ટમનલ-રન-વેની આસપાસ મોટાભાગનો રહેણાંકવાળો વિસ્તાર હોવાથી કૂતરા-વાંદરાઓની ઘૂસણખોરી અટકાવવી અધિકારીઓ માટે મુશ્કેલ છે. તેમ છતાં વાંદરાઓને અટકાવવા રન-વેની દિવાલ પર હળવો કરંટ વહેતો કરાયો છે. જો કે કૂતરાને અટકાવવા અતિમુશ્કેલ છે, હાલમાં ટમનલના પાછળ કાર્ગો સાઈડથી કૂતરાઓ ઘૂસણખોરી કરી રહ્યા છે. આ ઉપરાંત ડોમેસ્ટિક ટમનલમાં આગળની કેટલીક સાઇડેથી પણ કૂતરા ઘૂસી જતા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ કૂતરાઓ ક્યાંથી ઘૂસણખોરી કરે તેને અટકાવવા અધિકારીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

આ પણ વાંચો:સુરતમાં કોરોનાએ લીધો 60 વર્ષના વૃદ્ધાનો ભોગ, શહેરમાં છવાયો ફફડાટ

આ પણ વાંચો:ડુંગળી હવે ખેડૂતોને રડાવશે નહી, રાજ્ય સરકારે 330 કરોડનું પેકેજ જાહેર કર્યુ

આ પણ વાંચો:હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર

આ પણ વાંચો:વડોદરાને મળ્યા નવા મેયર, જાણો કોના નામ પર મરાઇ મહોર