વડોદરા/ હિપોપોટેમસનો ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર જીવલેણ હુમલો, બન્નેની હાલત ગંભીર

સયાજી બાગમાં આવેલા કમાટીબાગ ઝુ માં હિપોપોટેમસની સારવાર માટે હિપોના એંક્લોઝરમાં ઉતરેલા ઝુ કયુરેટર ડોક્ટર પ્રત્યુસ પાટનકર અને સિક્યુરિટી સુપરવાઇઝર રોહિતભાઈ પરહિપોપોટેમસે હુમલો કરતા બંને ગંભીર રૂપે ઘાયલ થયા છે.

Gujarat Vadodara
હિપોપોટેમસ

વડોદરા કમાટીબાગમાં રાખવામાં આવતા હિપોપોટેમસે રાઉન્ડમાં ગયેલા ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કરતાં બંનેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.હિપોપોટેમસ દ્વારા અચાનક હુમલાથી ઝૂ ક્યુરેટર અને સિક્યુરિટી જવાન ત્યાંજ ફસડાઈ પડ્યા હતા. જો કે આ બનાવની જાણ થતાં અન્ય સિક્યુરિટી જવાનો પણ દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર સયાજીબાગમાં વિવિધ પ્રકારના હિંસક પ્રાણીઓનું પ્રાણી સંગ્રહાલય છે. આ પ્રાણી સંગ્રાહાલયમાં ઝૂ ક્યુરેટર તરીકે પ્રત્યુષ પાટણકર ફરજ બજાવે છે. સમયાંતરે ઝૂ ક્યુરેટર સિક્યુરિટી ગાર્ડ સાથે પ્રાણીઓની આરોગ્યલક્ષી તપાસ માટે જતા હોય છે. આજે પણ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર સિક્યુરિટ જવાન સાથે પ્રાણીઓની સુરક્ષા તેમજ આરોગ્યલક્ષી રાઉન્ડમાં નીકળ્યા હતા. તે દરમિયાન હિપોપોટેમસે એકાએક ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર અને સિક્યુરિટી ગાર્ડ ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અધિકારી અને સિક્યુરિટી ગાર્ડ કંઇ વિચારે તે પહેલા જ ભુરાયેલા હિપોએ જીવલેણ હુમલો કરતા તેઓ સ્થળ પર પડી ગયા હતા.

હિપોપોટેમસના શરીરના પાછળના ભાગે વાગ્યું હોય લોહી વહી રહ્યું હતું જેની સારવાર માટે ડોક્ટર પ્રત્યસ પહોંચ્યા હતા. જો કે બહાર નીકળતી વખતે તેમનો બુટ ફસાયું હતું અને તેઓ નીચે પડ્યા હતા. તેમણે ઊંધા સુઈ જઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમની પર હિપો એ હુમલો કર્યો હતો. તો તેમને બચાવવા સિક્યુરિટી સુપરવાઈઝર રોહિતભાઈ પણ પાંજરામાં ગયા હતા તેમની પર પણ હુમલો થયો હતો.

આ ઘટના અંગે મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે સયાજીબાગમાં આવેલ હિપ્પો અંક્લોઝરમાં આ ઘટના બની છે. જેમાં ઝૂ કયુરેટર અને સિક્યુરિટી ગાર્ડ પર હિપ્પો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેમાં સિક્યુરિટર સુપરવાઈઝરને મલ્ટીપર ઇન્જરી થઈ છે અને ફેક્ચર પણ થયા છે. હાલમાં બંને મેડિકલ સુવિધા મળી રહી તે માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અને આ ઘટના અંગે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:PM મોદીએ રાજભવનમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે એક કલાક કરી બેઠક

આ પણ વાંચો:કચ્છ જિલ્લામાં ભૂકંપના હળવા આંચકા, 3.3ની તીવ્રતા, કોઈ જાનહાનિ નહીં

આ પણ વાંચો:હોળીના તહેવારમાં સુરત ST ને ‘દિવાળી ‘ જેવી કમાણી

આ પણ વાંચો:અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું ‘માવઠું’