Ram Mandir Pran Pratishtha/ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે મુખ્યમંત્રી શીલજ ગામે ઉપસ્થિત રહ્યા અને તમામ ગુજરાતીઓ વતી આભાર માન્યો

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 22T164209.106 રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે મુખ્યમંત્રી શીલજ ગામે ઉપસ્થિત રહ્યા અને તમામ ગુજરાતીઓ વતી આભાર માન્યો

Ahmedabad News: ૨૨ જાન્યુઆરીના રોજ અભિજીત મુર્હૂતમાં અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાધુ-સંતો તથા અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઓનલાઇન માધ્યમથી આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદના શીલજ ગામે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ અને પ્રથમ આરતીનાં ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

 

આ અવસરે મુખ્યમંત્રીએ તમામ ગુજરાતીઓ વતી ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુ ભારતીયોની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે. વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે. એમ જણાવી તેમણે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજના પાવન પ્રસંગે શીલજ ગામના ચોકમાં આયોજિત સમારોહમાં ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Historical Moment/ ગુજરાતમાં પણ લોકો ભગવાન રામની પ્રાણ-પ્રતિષ્ઠામાં જોડાઈ ગયા

આ પણ વાંચો:દેવલોકથી મળ્યું આમંત્રણ, પરમાત્માએ સ્વયં અમને આમંત્રિત કર્યા છે” – રામ મંદિર વિશે ટોચના સંગીત ક્ષેત્રનાં લોકોનું મંતવ્ય

આ પણ વાંચો:પત્ર/રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા રાષ્ટ્રપતિએ લખ્યો PM મોદીને પત્ર,જાણો શું લખ્યું…