Ram Mandir Pran Pratishtha/ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની ટ્વીટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ આજે સવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભગવાન રામ સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી.

Top Stories India
Mantay 2024 01 22T165334.530 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ

દેશમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. 22 જાન્યુઆરી દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આજના દિવસે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સોશિયલ મીડિયામાં આજે દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની ટ્વીટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાએ આજે સવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ભગવાન રામ સંબંધિત એક પોસ્ટ શેર કરી હતી. જે ખૂબ વાયરલ થઈ રહી છે.

Anand Mahindra shares Monday motivation, says 'Ram belongs to the world' | Trending - Hindustan Times

દેશના ટોચના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેમના સોશિયલ મીડિયા કન્ટેન્ટ માટે જાણીતા છે. તેમની પોસ્ટ વર્તમાન સમયની માહિતી આપવા ઉપરાંત સત્યતાથી ભરેલી હોય છે. આજે સોમવારે તેમણે કરેલ પોસ્ટ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે. આનંદ મહિન્દ્રાએ ખરેખર X પર પોસ્ટ કર્યું છે કે આજે સોમવારના દિવસે તેમનો પ્રેરણાસ્ત્રોત ભગવાન શ્રી રામ છે.

3 4 5 રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા : ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાની ટ્વીટ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ

22 જાન્યુઆરી સોમવારના દિવસની દેશવાસીઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં મીડિયામાં પણ અનેક બાબતો ચર્ચાઈ રહી છે. કેટલાક લોકો આ સમારોહને રાજકીય એજન્ડા ગણાવી રહ્યા છે. તો કેટલાક ભક્તો હિંદુ ના હોવા છતાં દર્શન કરવા પગપાળા ચાલવા અથવા પોતાની શક્તિ અને સામર્થ્ય મુજબ યોગદાન આપી રહ્યા છે.

સોમવારનો અંત અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના અભિષેક સાથે થયો. સર્વત્ર શ્રી રામના નામનો ગુંજ સંભળાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા હોય કે કોઈ પણ શહેર કે ગામની શેરીઓ, દરેક જગ્યાએ લોકો રામની ભક્તિમાં તલ્લીન જોવા મળે છે. આવી સ્થિતિમાં સેલિબ્રિટી સોશિયલ મીડિયા પર શું શેર કરે છે તેના પર સૌની નજર રહે છે. આનંદ મહિન્દ્રાએ પોસ્ટમાં લખ્યું છે કોઈની શ્રદ્ધા શું છે તેનાથી કોઈ ફરક પડતો નથી? આપણે બધા ગૌરવ અને મજબૂત મૂલ્યો સાથે જીવવાના ખ્યાલને સમર્પિત જીવો છીએ.

Gateway to enlightenment... Ram belongs to the world': What Gautam Adani and Anand Mahindra said about Ram Mandir Pran Pratishtha | Companies News - News9live
તેમણે આગળ લખ્યું – ભગવાન રામના તીર દુષ્ટતા અને અન્યાય તરફ છે. ‘રામ રાજ્ય’નું રાજ્ય – આદર્શ શાસન – તમામ સમાજો તેની અપેક્ષા રાખી રહ્યા છે. આજે ‘રામ’ શબ્દ ભારત પૂરતો સીમિત ના રહેતા સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યો છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની આ પોસ્ટને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આનંદ મહિન્દ્રાની આ પોસ્ટને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આજે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું હતું જ્યારે અયોધ્યા આજે દુલ્હનની જેમ શણગારવામાં આવી છે.

Anand Mahindra | శ్రీరాముడు అంద‌రివాడు.. ఏ మ‌తానికి అతీతుడు కాదు : ఆనంద్ మ‌హీంద్రా-Namasthe Telangana

તેણે ભગવાન રામની તસવીર પણ શેર કરી છે. આ ટ્વીટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દેશના ખૂણે-ખૂણેથી રામ ભક્તો સમારોહમાં હાજરી આપવા પંહોચ્યા હતા. પીએમ મોદી અને સીએમ યોગી દ્વારા આજના દિવસે તમામ દેશવાસીઓને સાંજે દીવા પ્રગટાવવા અપીલ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Ayodhya Ram Temple LIVE/ગર્ભગૃહમાં બિરાજ્યા રામલલ્લા, પ્રાણ પ્રતિષ્ઠાની દિવ્ય વિધિ પૂર્ણ,PM મોદીએ કરી પ્રથમ આરતી

આ પણ વાંચો:Rammandir Pran Pratishtha/રામ મંદિર અયોધ્યાઃ તમામ રેકોર્ડ તૂટ્યા, ઈતિહાસ રચાયો, છેલ્લા 24 કલાકમાં ગૂગલના ટ્રેન્ડમાં માત્ર રામ