Salangpur Hanumanji/ ‘હનુમાનજીને શ્રીરામ સિવાય બીજાને વંદન કરતાં બતાવી કઈ રીતે શકાય’

રામભક્ત શ્રી હનુમાનજીના અપમાનનો વિવાદ વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તેને લઈને રાજ્યભરના કથાકારો પછી હવે સંતો-મહંતો પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

Top Stories Gujarat
Salangpur ‘હનુમાનજીને શ્રીરામ સિવાય બીજાને વંદન કરતાં બતાવી કઈ રીતે શકાય’

અમદાવાદઃ રામભક્ત શ્રી હનુમાનજીના અપમાનનો વિવાદ King of Salangpur વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તેને લઈને રાજ્યભરના કથાકારો પછી હવે સંતો-મહંતો પણ ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદના જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે પણ જણાવ્યું હતું કે રામભક્ત હનુમાનને શ્રીરામ સિવાય બીજાને વંદન કરતાં કઈ રીતે બતાવી શકાય. હનુમાનજી  અનાદિકાળથી છે.

કિંગ ઓફ સાળંગપુરમાં પ્રતિમા નીચે લગાવેલી પ્લેટમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીને નમન કરતા બતાવાતા હનુમાનભક્તો અને રામભક્તોમાં આક્રોશ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કેટલાય લોકોએ હનુમાનજીના અપમાનને દુઃખદ ગણાવ્યું છે. તેઓનું કહેવું છે કે હનુમાનજીનું King of Salangpur  આ પ્રકારનું અપમાન ચલાવી ન લેવાય. લોકોએ જાગૃત થવાની જરૂર છે તેવી ટકોર પણ મોરારીબાપુએ કરી હતી.

કિંગ ઓફ સાળંગપુરની આ તસ્વીરે રાજ્યભરમાં આક્રોશ જમાવ્યો છે. આ મામલે વિવિધ સંતમહંતોમાં ભારે નારાજગી છે. તેઓનું કહેવું છે કે હનુમાનજીને જાણે ચોકીદાર બનાવી દીધા હોય તે રીતે બતાવાયા છે. સ્વામીઓ પાસે શું પુરાવા છે. સ્વામો પાસે આ અંગે કયા શાસ્ત્રનું પ્રમાણ છે એવા અનેક સવાલ હર્ષદ ભારતીએ કર્યા છે. આ ઉપરાંત આગામી દિવસોમાં સંત સમાજ આ મુદ્દે મેદાનમાં ઉતરશે તેવી હાકલ પણ કરી છે.

કબરા ઉધામના મણિધર બાપુએ સ્વામીનારાયણના હનુમાનજીના King of Salangpur અપમાનના મુદ્દે ચીમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે અમે જો પાયામાં ઉતરીશું તો તમારી સ્થિતિ ખરાબ થશે. દાદાનું અપમાન કરનારા તેમના ચરણમાં બેસવાને લાયક નથી. હનુમાન દાદાનું અપમાન તે રાક્ષસી વૃત્તિનું પ્રતિબિંબ છે. આમ કિંગ ઓફ સાળંગપુરનો વિવાદ આગામી દિવસોમાં વધુને વધુ આકરું સ્વરૂપ ધારણ કરે તેમ માનવામાં આવે છે. આ મોરચે સંતસમાજ આગામી સમયમાં કોઈ બેઠક બોલાવે તેવો સંતસમાજના વર્તુળોમાં ગણગણાટ છે. મોરારીબાપુ પણ આ મુદ્દે જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરી ચૂક્યા છે.

 

આ પણ વાંચોઃ PM Modi Birthday/ પીએમ મોદીના 73માં જન્મદિવસ પર ભાજપની કઈ છે ખાસ યોજના

આ પણ વાંચોઃ Adani Allegation/ અદાણી ગ્રૂપ પર નવા અહેવાલમાં ગંભીર આક્ષેપો! બધા શેર ક્રેશ

આ પણ વાંચોઃ Modi-Tourism/ 2030 સુધીમાં ફૂડ પ્રોસેસિંગ 35 લાખ કરોડ અને પ્રવાસન સેક્ટર 20 લાખ કરોડનો ફાળો ઇકોનોમીમાં આપશેઃ મોદી

આ પણ વાંચોઃ  Uttarpardesh/ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશની આ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે!

આ પણ વાંચોઃ G20 Summit/ એરફોર્સ કરશે રાફેલ અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમથી દિલ્હીની મજબૂત સુરક્ષા