ગાંધીનગર,
રાજ્યમાં જમીન સુધારણા નીતિ, વન અધિકાર કાયદો અને મહેસુલ કાયદાઓની જોગવાઈ હોવા છતાં યોગ્ય અમલવારી ન થવાને કારણે દલિત, આદીવાસી તેમજ અન્ય પછાત વર્ગોના જમીન વિહોણા કુટુંબોને ખેડવા લાયક જમીનો આજ દિન સુધી મળી નથી.
આ મામલે જમીન અધિકાર ઝુંબેશના કન્વીનર ગોવા ભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, જમીન અધિકાર ઝુંબેશના માધ્યમથી અત્યાર સુધીમાં અનુસૂચિત જાતિજનજાતિ અને અન્ય પછાત વર્ગોના જમીન વિહોણા આશરે 90,000થી વધુ કુટુંબોએ સરકારી પડતર અને ટોચ મર્યાદાની જમીનો માટે અરજી દાવાઓ સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાં કરેલી છે.