Not Set/ હવે ભારત પર દબાણ વધ્યું,IOC એ ભારતમાં રમતોના આયોજન પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી, પુલવામા આતંકી હુમલા પછી 2 પાકિસ્તાનની શૂટર્સને ભારતે વીઝા નહીં આપ્યા પછી હવે દુનિયામાં ભારત ઉપર પણ દબાણ વધી રહ્યું છે.પાકિસ્તાની શુટરને વીઝા નહીં આપવા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ(આઇઓસી)એ ઈન્ડિયામાં આગામી રમતોના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે. આઇઓસીએ તમામ આંતરરાષ્ટ્રીય રમત સંગઠનોને અપીલ કરી છે કે તે પણ ભારતમાં રમતોનું આયોજન ન થવા દે. દિલ્હીમાં […]

Top Stories India Trending
00 હવે ભારત પર દબાણ વધ્યું,IOC એ ભારતમાં રમતોના આયોજન પર લગાવ્યો પ્રતિબંધ

દિલ્હી,

પુલવામા આતંકી હુમલા પછી 2 પાકિસ્તાનની શૂટર્સને ભારતે વીઝા નહીં આપ્યા પછી હવે દુનિયામાં ભારત ઉપર પણ દબાણ વધી રહ્યું છે.પાકિસ્તાની શુટરને વીઝા નહીં આપવા ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ(આઇઓસી)એ ઈન્ડિયામાં આગામી રમતોના આયોજન પર પ્રતિબંધ લગાવ્યો છે.

આઇઓસીએ તમામ આંતરરાષ્ટ્રીય રમત સંગઠનોને અપીલ કરી છે કે તે પણ ભારતમાં રમતોનું આયોજન ન થવા દે. દિલ્હીમાં ચાલી રહેલ શૂટિંગ વિશ્વ માટે બે પાકિસ્તાની શૂટર્સને ભારતના વિઝા આપવામાં આવ્યા નહોતા.

આ નિર્ણય પછી ઓલમ્પિક કમિટિએ ભારત સાથેના તમામ પ્રકારના વાર્તાલાપ બંધ કર્યા છે. સાથે સાથે ભારત તરફથી ગૅરંટી માંગવામાં આવી છે કે જ્યાં સુધી તે ઓલિમ્પિક ચાર્ટરને પૂર્ણ કરવા માટે સરકારની મંજુરી લેતી નથી, ત્યાં સુધી અહીં રમતોનું આયોજન થશે નહીં.

ભારતે તોડ્યો ઓલમ્પિક ચાર્ટર.

કમિટીનું કહેવું છે કે પ્રતિસ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓને વીઝા ન આપવો ઓલમ્પિક ચાર્ટરના નિયમોના વિરુદ્ધ છે. રમતનું આયોજન કરનાર હોસ્ટ દેશ ખેલાડીઓ સાથે આ પ્રકારનો ભેદભાવ કરી શકતો નથી.

સમિતિએ છેલ્લા સમય સુધી આ મુદ્દો ઉકેલવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભારત તરફથી પાકિસ્તાનના ખેલાડીઓને વિઝા આપવામાં આવ્યા નથી. ત્યારબાદ આઇઓસીનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારત આગામી સમયમાં કેટલીક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ કરવાનું હતું.આ અંગે ભારતે આઇઓસીની મંજુરીઓ માંગી હતી.જો કે આઇઓસીએ ભારતે રમતના આયોજન માટે કરેલી અરજીઓ પણ સ્થગિત કરી દીધી છે.સાથે સાથે કમિટીએ અન્ય આંતરરાષ્ટ્રીય રમત સંગઠનોને અપીલ કરેલી કે તે પણ ઈન્ડિયામાં રમતોમાં આયોજન ન થાય ત્યાં સુધી, ભારત સરકારે લેખિતમાં ખેલાડીઓને સમાવવાની ગેરંટી ન લેવી.

ઓલમ્પિક કોટા પણ રદ…

આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય નિશાનબાજી ખેલ મહાસંઘ (આઇએસએસએફ)ની આ સ્પર્ધા ગુરૂવારથી દિલ્હીની ડૉ. કર્ની સિંહ શૂટિંગ રેન્જમાં ચાલુ છે.આ ઇન્ટરનેશનલ શૂટિંગ હરિફાઇમાં ભારતે બે પાકિસ્તાની શૂટરનો વીઝા અટકાવી દીધા હતા.

પાકિસ્તાન દ્વારા આ વર્લ્ડ કપ માટે બે નિશાનબાજો જીએમ બશીર અને ખાલિલ અહમદ માટે વિઝા અરજી કરવામાં આવી હતી. બંને નિશાનબાજો રેપિડ ફાયર વર્ગ હતા.

ઉલ્લેખનીય છે કે પુલવામા હુમલાની જવાબદારી પાકિસ્તાનની આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદ લીધી હતી.જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. ભારતનું માનવું છે કે પાકિસ્તાન આ આતંકવાદી સંગઠનોને પનાહ આપે છે અને તેમની સામે કોઈ કાર્યવાહી પણ કરે છે.