Tat Exam/ ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત

ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષાની TAT Exam જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાની ખાસિયત કહો કે લાક્ષણિકતા કહો તે એ છે કે તેનું આયોજન નવી શિક્ષણ નીતિ મુજબ કરવામાં આવનાર છે.

Top Stories Gujarat
Tat ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે પરીક્ષાની જાહેરાત

ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટે ટાટની પરીક્ષાની TAT Exam જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષાની ખાસિયત કહો કે લાક્ષણિકતા કહો તે એ છે કે તેનું આયોજન નવી શિક્ષણ નીતિ મુજબ કરવામાં આવનાર છે. આ પરીક્ષાના ઉમેદવારીપત્ર ભરવાનો પ્રારંભ આજથી શરૂ થઈ ગયો છે. આગામી ચાર જૂનના રોજ શિક્ષકોની ભરતી માટે પ્રીલિમનરી પરીક્ષા લેવામાં આવશે. તેના પછી 18મી જુનના રોજ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.

શિક્ષકોની ભરતી માટેની પરીક્ષા અંગે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા TAT Exam જારી કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે નવી પરીક્ષા પ્રણાલિ મુજબ ટેટની પરીક્ષા લેવામાં આવશે. ટાટની પરીક્ષા પદ્ધતિ દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ રહેશે. તેમા પહેલી પરીક્ષા વૈકલ્પિક પ્રશ્નોની રહેશે. બીજી પરીક્ષા વર્ણનાત્મક રહેશે. આના દ્વારા પરીક્ષા આપનારા વિદ્યાર્થીની વિષય અંગેની સમજ અને તેને સમજાવવાની તેની ક્ષમતા ચકાસાશે. TAT Exam પરીક્ષાર્થી વિદ્યાર્થીને સમજાવવાનું કેટલું કૌશલ્ય ધરાવે છે અને તેને તે વર્ણનમાં કેટલો કાબેલ છે તે આ પ્રકારની પરીક્ષા પરથી માલૂમ પડે છે. કેટલાય ઉમેદવારો આ પરીક્ષા આપતા હોય છે, પરંતુ નંબર તો કોઇકનો જ લાગે છે. છતાં પણ તેને લઈને લોકોનો ઉત્સાહ ઓસર્યો નથી.

આ પ્રકારે પરીક્ષા લેવાનો હેતુ શિક્ષકોની ગુણવત્તામાં સુધારો કરવાનો છે. TAT Exam શિક્ષણ વિભાગે શિક્ષકોની ગુણવત્તામાં સુધારો કરવા માટે આ પ્રકારનું પગલું લીધું છે. આ બે પરીક્ષામાં એક શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક અને બીજી શિક્ષક અભિરૂચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક રહેશે. પણ પહેલી પરીક્ષા પાસ કરી હોય તો જ બીજી પરીક્ષામાં પ્રવેશ મળશે.

હમણા થોડા સમય પહેલા સમગ્ર ગુજરાતમાં ટેટ-ટુની પરીક્ષા લેવાઈ હતી. TAT Exam ટીચર એલિજિબિલિટી ટેસ્ટ માટે કુલ પોણા ત્રણ લાખ ઉમેદવારો હતા. પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે  પરીક્ષા ફરજિયાત છે. છ વર્ષના સમયગાળા પછી આ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોના પછી ઇન્ટરવ્યુ લેવાશે અને તેમા પાસ થનારાઓને પછી શિક્ષક તરીકે નિમણૂક પામશે.

આ પણ વાંચોઃ શરદ પવાર-રાજીનામુ/ શરદ પવારનું એનસીપીના પ્રમુખપદેથી રાજીનામુ, પણ રાજકારણમાંથી નિવૃત્તિ નહીં

આ પણ વાંચોઃ Fake Mark Sheet/ જાણો ક્યા પકડાયું નકલી માર્કશીટનું કૌભાંડ, 66 જેટલી માર્કશીટ સાથે એક શખ્સ સકંજામાં

આ પણ વાંચોઃ Delhi Liquor Scam/ દિલ્હી દારૂ કૌભાંડની બીજી ચાર્જશીટમાં ‘AAP’ નેતા રાઘવ ચઢ્ઢાનું નામ સામેલ