Not Set/ ઉનાના પાલડી ગામે વૃધ્ધાને ખૂટ્યાએ મોતને ઘાટ ઉતારી…

ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ખૂંટીયા ઓનો આંતક વધતો હોય અને રોડ તેમજ શહેરી ગલ્લી વિસ્તારોમાં નિકળતા રાહદારી ઓને હડફેટે લઇ ધાયલ કરતા હોવાની ઘટનાઓ છાંસવારે બની રહી છે

Gujarat
2 ઉનાના પાલડી ગામે વૃધ્ધાને ખૂટ્યાએ મોતને ઘાટ ઉતારી...

ઊના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રખડતા ખૂંટીયા ઓનો આંતક વધતો હોય અને રોડ તેમજ શહેરી ગલ્લી વિસ્તારોમાં નિકળતા રાહદારી ઓને હડફેટે લઇ ધાયલ કરતા હોવાની ઘટનાઓ છાંસવારે બની રહી છે. ત્યારે ઉનાના પાલડી ગામે વિફરેલા ખૂંટ્યાએ એક વૃધ્ધાને શિંગડા મારી મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારતા સમગ્ર ગામમાં ભારે અરેરાટી સર્જાયેલ હતી…

જાણવા મળતી વિગત મુજબ ઊનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા કરમણબેન વિરજીભાઇ બાબરીયા ઉ.વ.૬૫ નામની મહીલા પોતાના ઘર નજીક ઘરકામ કરી રહી હતી. અને અચાનક રખડતો ખૂંટીયો આવી ચઢતા અને મહીલાને હડફેટે લઇ લેતા શરીર પર શિંગડાનો વડે વારંવાર મારી પેટના આંતરડા કાઢી નાખ્યા હતા. અને વૃધ્ધ મહીલા તરફડીયા મારી મોત નિપજેલ.

આ ઘટના બનતા ગામના સરપંચ અને અન્ય લોકો દોડી આાવી આ વૃધ્ધાને ખૂંટ્યાના કબ્જા માંથી છોડાવવા સતત પ્રયત્ન કરી ખૂંટીયાએ લોકોના ટોળા પર પણ વિફરેલ અને બળકરી છૂટી જતાં લોકો ભયના ઓથારમાં આવી ગયા હતા. આ ઘટના વખતે ગામની અંદર આવેલ પ્રાથમિક શાળામાં બાળકોને છુટવાનો સમય થતા આંતક મચાવતા આ રેઢીયાળ ખૂંટીયા બાળકોને કોઇ ઇજા પહોચાડે નહી તેથી શાળામાં પણ બાળકોને સુરક્ષિત બેસાડી રાખી બંધ કરી દેવાયેલ હતી.

પાલડી ગામે બપોરના સમયે ખૂંટીયાના આંતકના કારણે વૃધ્ધાના મોતની વાત ફેલાતા ભારે શોક ફેલાયેલ અને આ વૃધ્ધાને તાત્કાલીક પીએમ માટે સરકારી હોસ્પીટલે ખસેડેલ હતી.

આખરે ટ્રેક્ટર વડે ખૂંટયાને પછાડવામાં આવ્યો…

પાલડી ગામે વૃ્ધ્ધા ઉપર હુમલો કરનાર ખુંટ્યો એટલી હદે વિફરેલ હતો કે લોકો વૃધ્ધાને બચાવવા ખૂંટ્યા નજીક જતાં ભય અનુભવતા હતા. અને લોકોની નજર સમક્ષ ખૂંટયાએ વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી દીધી હોવા છતાં પણ ખૂંટ્યો ત્યાથી દૂર જતો ન હતો. આખરે વૃધ્ધાને બચાવવા ખૂંટ્યાને ટ્રેક્ટર જેવા વાહનથી ઠોકર મારીને પછાડી દેવાયો હતો. અને ત્યાર બાદ વૃધ્ધાને હોસ્પીટલે ખસેડાયેલ ફરજ પરના ડો.જાદવ સાહેબ મૃત્યુ જાહેર કર