સુરત/ હે ભગવાન ! ક્યારે સુધરશે આ નરાધમો,સાડા ચાર વર્ષની બાળકી પર હવસ સંતોષનાર ઝડપાયો

સુરતના ચોકબજારમાં ઘર પાસે રમતી બાળકી અચાનક ગુમ થઇ ગઈ.બાળકીનું અપહરણ થયું હોવાનું પરિવારજનોને જાણ થતા પોલીસ ફરિયાદ કરી હતી

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 6 2 હે ભગવાન ! ક્યારે સુધરશે આ નરાધમો,સાડા ચાર વર્ષની બાળકી પર હવસ સંતોષનાર ઝડપાયો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના ચોકબજારમાં ઘર પાસે રમતી બાળકી અચાનક ગુમ થઇ ગઈ.બાળકીનું અપહરણ થયું હોવાનું પરિવારજનોને જાણ થતા પોલીસ ફરિયાદ કરી હતી જેના આધારે  પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતમાં ગઈકાલ તારીખ 20 /2/ 2024 ના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડા ચાર વર્ષની બાળકી પોતાના ઘર પાસે રમી રહી હતી આ દરમ્યાન અચાનક ગુમ થઈ ગઈ હતી.જેથી પરિવારના સભ્યોએ બાળકીની શોધખોળ હાથ ધરી હતી ત્યારે બાળકીને એક અજાણ્યો ઈસમ અપહરણ કરી લઈ જતો હોવાનું સીસીટીવી કેમેરામાં નજરે પડ્યું હતું.સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ કરી હતી.જેમાં ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી.જેથી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું નજરે ચડતા પોલીસે તપાસ શરૂ કરી હતી.આ દરમિયાન પોલીસને એક અવાવરું જગ્યા પરથી બાળકીના કપડા મળી આવ્યા હતા ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે બાતમીના આધારે આરોપી અંકિત ઓમ પ્રકાશ ગૌતમને પકડી પાડયો હતો.

આરોપીની પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે,  છેલ્લા દસેક વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરી ખાતામાં કામ કરે છે અને ગઈકાલે તારીખ 20 /2 /2024 ના રોજ પોલીસ મથક વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમી રહી હતી તે નજરે પડતાં તેને ચોકલેટ ખવડાવવાના બહાને અપહરણ કરી દુષ્કર્મ આચરી તેને છોડીને ભાગી ગયો હતો.હાલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો