uttarpradesh news/ ઉત્તરપ્રદેશ : નામ બદલીકરણ પરંપરા જારી, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું બદલાયું નામ, મનકામેશ્વર મંદિર સ્ટેશન તરીકે ઓળખાશે

ઉત્તર પ્રદેશના આગ્રામાં જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવામાં આવ્યું છે. જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન હવેથી મનકામેશ્વર મંદિર તરીકે ઓળખાશે.

Top Stories India
YouTube Thumbnail 2024 02 21T142216.008 ઉત્તરપ્રદેશ : નામ બદલીકરણ પરંપરા જારી, જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું બદલાયું નામ, મનકામેશ્વર મંદિર સ્ટેશન તરીકે ઓળખાશે

ઉત્તર પ્રદેશના આગ્રામાં જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ બદલીને મનકામેશ્વર મંદિર સ્ટેશન કરવામાં આવ્યું છે. જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન હવેથી મનકામેશ્વર મંદિર તરીકે ઓળખાશે. થોડા સમય પહેલા રાજ્ય સરકારે જામા મસ્જિદ સ્ટેશનનું નામ બદલવાનો આદેશ આપ્યો હતો. આ પછી UPMRC અધિકારીઓએ જામા મસ્જિદ સ્ટેશન પર નવા નામ સાથે હોર્ડિંગ્સ પણ લગાવ્યા છે. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરીના અંતમાં જ મેટ્રોનું ઉદ્ઘાટન કરી શકે છે. નોંધનીય છે કે ઘણા સમયથી ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થાનોના નામ બદલવામાં આવી રહ્યા છે. કેટલાક સ્થાનોના નામ બદલાઈ ગયા છે તો કેટલાકના નામ બદલાવાના આદેશ આપવામાં આવ્યા છે. ગત વર્ષ 2023ના જુલાઈ મહિનામાં સીએમ યોગી આગ્રાની મુલાકાતે હતા ત્યારે તેમણે મેટ્રો સ્ટેશનના નામ બદલવાની જાહેરાત કરી હતી.

Agra's Jama Masjid metro station renamed ahead of service inauguration - India Today

જુલાઈ 2023માં આગ્રા મેટ્રો હાઈ સ્પીડનું ઉદ્ઘાટન કરવા આવેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના ભાષણમાં જામા મસ્જિદને બદલે મનકામેશ્વર નાથ મંદિરનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશનનું નામ મનકામેશ્વર મેટ્રો સ્ટેશન હોઈ શકે છે. આ સ્ટેશન પર રાત્રે જ મનકામેશ્વર લખવામાં આવ્યું છે. હવે આ સ્ટેશન જામા મસ્જિદ તરીકે નહીં પરંતુ મનકામેશ્વર મંદિર તરીકે ઓળખાશે.

પીએમ મોદીએ 2020માં આગરામાં મેટ્રો પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. જાહેરાત કરતી વખતે પીએમએ કહ્યું હતું, પીએમએ કહ્યું હતું કે આગ્રાનો પ્રાચીન ઇતિહાસ છે, પરંતુ હવે તેમાં આધુનિકતા ભળી રહી છે. પીએમે કહ્યું હતું કે મેટ્રો પ્રોજેક્ટ ધરાવતો આગ્રા યુપીનો સાતમો જિલ્લો બન્યો છે. મહત્વનું છે જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન એટલે કે હવેનું મનકામેશ્વર સ્ટેશન પરથી હાઈસ્પીડ મેટ્રોનું પીએમ મોદી ટૂંક સમયમાં ઉદ્ઘાટન કરશે. તાજ ઈસ્ટ ગેટથી મનકામેશ્વર મંદિર સ્ટેશન સુધીમાં ત્રણ એલિવેટેડ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. આગ્રાના રહેવાસીઓ અને અહીં આવતા પ્રવાસીઓ માટે આ પીએમ મોદીની મોટી ભેટ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃધમકી/ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો પડછાયો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

આ પણ વાંચોઃFali S Nariman/વકીલાતના 70 વર્ષ, પદ્મ ભૂષણ અને પદ્મ વિભૂષણ એવોર્ડ, જાણો કોણ હતા ફલી એસ નરીમન?

આ પણ વાંચોઃFali S Nariman/પ્રખ્યાત ન્યાયશાસ્ત્રી ફલી એસ નરીમનનું નિધન, 95 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા