કોરોના સંક્રમણ/ દેશના 35 જિલ્લા હજુયે કોરોના હોટસ્પોટ,કેરળમાં જ 70 ટકા કેસ

ભારતના  હોટસ્પોટ    35 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ સંક્રમિત દર 10 ટકાથી વધુ છે અને 30 જિલ્લાઓમાં આ દર 5 થી 10 ટકાની વચ્ચે છે.

Top Stories
હોટસ્પોટ

 ભારતના 35 જિલ્લાઓ હજુયે કોરોના મામલે હોટસ્પોટ જોવા મળી રહ્યા છે.  દેશમાં કોરોના વાયરસના નવા કેસો અંગે કેટલાક રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક  છે. ખાસ કરીને કેરળ અને મહારાષ્ટ્રમાં સ્થિતિ સુધરી રહી નથી. આરોગ્ય મંત્રાલયે ગુરુવારે કહ્યું કે ગયા અઠવાડિયે આવેલા કોરોના વાયરસના કુલ નવા કેસોમાંથી 70 ટકા કેસ કેરળના છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે હજુ પણ કોરોના વાયરસની બીજી લહેર વચ્ચે છે.

આરોગ્ય મંત્રાલયે કહ્યું કે ભારતના  હોટસ્પોટ    35 જિલ્લાઓમાં, સાપ્તાહિક કોવિડ સંક્રમિત દર 10 ટકાથી વધુ છે અને 30 જિલ્લાઓમાં આ દર 5 થી 10 ટકાની વચ્ચે છે. અત્યારે દેશના માત્ર 38 જિલ્લાઓમાં દરરોજ 100 થી વધુ કેસ આવી રહ્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોમાં કેરળ 61 ટકા અને મહારાષ્ટ્રમાં 13 ટકા છે. કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં 10,000 થી વધુ અને 50,000 થી ઓછા સક્રિય કેસ છે.

 

11 dos દેશના 35 જિલ્લા હજુયે કોરોના હોટસ્પોટ,કેરળમાં જ 70 ટકા કેસરસીકરણની વાત કરીએ તો, રસીકરણની ગતિ દિવસે દિવસે વધી રહી છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે અત્યાર સુધી દેશમાં રસીના 72 કરોડ ડોઝ લાગુ કર્યા છે. મે મહિનામાં અમે દરરોજ સરેરાશ 20 લાખ રસી આપતા હતા, આજે સપ્ટેમ્બરમાં અમે દરરોજ સરેરાશ 78 લાખ રસી આપી રહ્યા છીએ. આવનારા તહેવારોના દિવસો પહેલા આપણે રસીકરણની ઝડપ વધુ વધારવી પડશે. સિક્કિમ, દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોવિડ રસીની ઓછામાં ઓછી એક માત્રા આપવામાં આવી હતી.

નીતિ આયોગના સભ્ય ડો.વી.કે પોલે જણાવ્યું હતું કે અત્યાર સુધી 18 વર્ષથી વધુ વયના 58 ટકા લોકોને કોવિડ રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે, જેમાંથી 18 ટકા લોકોને કોવિડ રસીનો બીજો ડોઝ મળ્યો છે. તેમણે કહ્યું કે અમે બાળકો પર રસીના સંભવિત ઉપયોગની વૈજ્ઞાનિક પુષ્ટિ માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ. બાળકોમાં સંભવિત ઉપયોગ માટે રસી ઉપલબ્ધ થઈ છે. શાળા ખોલવા માટે બાળકોને રસી અપાવવા માટેનો આ માપદંડ વિશ્વમાં કોઈ સ્વીકારતું નથી.

કોરોના / ઇન્ડિયા ટીમના સપોર્ટ સ્ટાફને કોરોના થતાં પ્રકેટિસ સેશન્સ રદ કરવું પડ્યું