વિકાસ/ UDAN સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ, હવે અહીંથી શરૂ થશે ફ્લાઇટ

સિંધિયાએ કહ્યું કે ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ અને ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે એરપોર્ટ બનાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં બે અને ઉત્તરાખંડમાં ચાર નવા હેલિપેડ બનાવવામાં આવશે.

Top Stories Gujarat Others
મોહન ભાગવત 6 UDAN સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ, હવે અહીંથી શરૂ થશે ફ્લાઇટ

UDAN યોજના અંતર્ગત દેશના 5 શહેરોમાંથી વિમાનો ઉડાન ભરશે, જેમાં ગુજરાત રાજ્યના કેશોદ એરપોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફ્લાઇટ પ્રારંભ માટે આગામી 100 દિવસનો રાખ્યો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. દેશના વધુ પાંચ એરપોર્ટ ઉડાન સ્કીમમાં સામેલ કરવામાં અઆવ્યા છે. આ અંગે ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એલાન  કર્યું છે.

  • જુનાગઢના કેશોદ એરપોર્ટથી ઉડાન હેઠળ શરૂ થશે ફ્લાઇટ
  • ફ્લાઇટ પ્રારંભ માટે આગામી 100 દિવસનો રાખ્યો લક્ષ્ય
  • દેશના વધુ પાંચ એરપોર્ટ ઉડાન સ્કીમમાં સામેલ

કેશોદ UDAN સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ, હવે અહીંથી શરૂ થશે ફ્લાઇટ

સિંધિયાએ કહ્યું કે ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ અને ઉત્તર પ્રદેશના કુશીનગર ખાતે એરપોર્ટ બનાવવામાં આવશે. હિમાચલ પ્રદેશમાં બે અને ઉત્તરાખંડમાં ચાર નવા હેલિપેડ બનાવવામાં આવશે. દેશના નાગરિક ઉડ્ડયન ક્ષેત્ર માટે 100 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ 100 દિવસના લક્ષ્યમાં, અમે ત્રણ મુખ્ય લક્ષ્યો નક્કી કર્યા છે, પ્રથમ માળખાકીય સુવિધા છે, બીજું નીતિ લક્ષ્ય છે અને ત્રીજું સુધારા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે, અમે ચાર નવા એરપોર્ટ બનાવીશું.

255 કરોડના ખર્ચે ઉત્તરપ્રદેશના કુશીનગર ખાતે પ્રથમ એરપોર્ટ બનાવવામાં આવશે. અહીં એરબસ 321 અને બોઇંગ 737 જેવા વિમાનો ઉતરાણ કરી શકશે. સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે, “અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાર નવા એરપોર્ટનો શિલાન્યાસ કરવા જઈ રહ્યા છીએ.

ઉત્તરાખંડના દહેરાદૂન એરપોર્ટ પર 457 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે અહીં એક નવું ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે. આ રોકાણ સાથે, ટર્મિનલ બિલ્ડિંગ હાલમાં 250 ની સામે 1800 મુસાફરોને સંભાળી શકશે. ત્રિપુરાના અગરતલા એરપોર્ટ પર 490 કરોડનું રોકાણ થશે. હાલમાં, તે પ્રતિ કલાક 500 મુસાફરો વહન કરે છે. આ રોકાણ પછી, આ ક્ષમતા પ્રતિ કલાક 1200 મુસાફરો સુધી વધશે. જેવર એરપોર્ટ કુલ 30,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ હશે. ચોથા તબક્કા સુધીમાં જેવર એરપોર્ટની ક્ષમતા 7 કરોડ થવા જઈ રહી છે.

હવામાન / દેડિયાપાડામાં 9 ઇંચ અને સાગબારામાં 5.5  ઇંચ વરસાદ, સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો

વિશ્લેષણ / ભાગવતજીના મુંબઈ પ્રવચનનો સૂર: રાષ્ટ્ર સર્વોપરી

Technology / PUBG ગેમ રમતા યુવકનું હાર્ટ એટેકથી મોત, આવા અકસ્માતોથી બચવા માટે માતા -પિતાએ શું કરવું જોઈએ