Not Set/ પાયોનિયર પેરા મેડીકલ કોલેજનો મામલો, વિદ્યાર્થીઓને અપાયા બોગસ સેર્ટિફિકેટ

કેશોદ, કેશોદના માંગરોળમાં પાયોનિયર પેરા મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને બોગસ સેટ્રિફિકેટ આપવામાં આવ્યુ છે. માંગરોળમાં ચાલતી પાયોનિયર પેરા મેડીકલ કોલેજમાં સરકારની મંજૂરી ન હોવાથી આ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સર્ટિફિકેટ બોગસ હોવાનું બનાવ સામે આવ્યુ હતુ. જેના કારણે વિદ્યાર્થીઓના નાણા વેડફાઈ જવાની સાથે અભ્યાસના વર્ષ પણ બગડ્યા હતા. બોગસ સર્ટિફિકેટ મળતા જ વિદ્યાર્થીઓએ […]

Gujarat Trending
boy 2 પાયોનિયર પેરા મેડીકલ કોલેજનો મામલો, વિદ્યાર્થીઓને અપાયા બોગસ સેર્ટિફિકેટ

કેશોદ,

કેશોદના માંગરોળમાં પાયોનિયર પેરા મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓને બોગસ સેટ્રિફિકેટ આપવામાં આવ્યુ છે. માંગરોળમાં ચાલતી પાયોનિયર પેરા મેડીકલ કોલેજમાં સરકારની મંજૂરી ન હોવાથી આ કોલેજમાં અભ્યાસ કર્યા બાદ વિદ્યાર્થીઓને આપવામાં આવેલા સર્ટિફિકેટ બોગસ હોવાનું બનાવ સામે આવ્યુ હતુ.

જેના કારણે વિદ્યાર્થીઓના નાણા વેડફાઈ જવાની સાથે અભ્યાસના વર્ષ પણ બગડ્યા હતા. બોગસ સર્ટિફિકેટ મળતા જ વિદ્યાર્થીઓએ બે મહિના પહેલા ટ્રસ્ટીઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે પાયોનિયર પેરા મેડીકલ કોલેજના ટ્રસ્ટી ડો અજય સાંગાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય હમીરભાઇ ધૂલાના પુત્ર જેન્તી ધુલાની ધરપકડ કરી હતી. સાથે જ 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે માંગરોળ કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યાર બાદ કોર્ટે બન્ને આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જેને ધ્યાનમાં લઈ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.