Not Set/ કોરોના કાળમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પોતાના સંતાનોની ચિંતા સતત સતાવી રહી છે, પરંતુ ….

હજુ સુધી એકપણ વૃધ્ધના સંતાને પોતાના માતા-પિતાને ફોન કરીને પુછ્યુ નથી બા,બાપુજી કેમ છો તમે…

Gujarat Others Trending
bukhari mufti 16 કોરોના કાળમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પોતાના સંતાનોની ચિંતા સતત સતાવી રહી છે, પરંતુ ....

હજુ સુધી એકપણ વૃધ્ધના સંતાને પોતાના માતા-પિતાને ફોન કરીને પુછ્યુ નથી બા,બાપુજી કેમ છો તમે…

@કાર્તિક વાજા, ઉના 

કોરોના કાળની બીજી લહેરે લોકોને હચમચાવી નાખ્યા છે.  ત્યારે ઉના નજીક ગૃપ્ત પ્રયાગ વૃધ્ધાશ્રમમાં ધરેથી સંતાનોએ તરછોડી દિધેલા 50 થી 60 જેટલા વૃધ્ધ છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી વસવાટ કરી રહ્યા છે. આ વૃધ્ધાશ્રમને પોતાનું ધર માની લીધુ છે. પરંતુ આ વૃધ્ધો પોતાનું ધર તો ભુલી ગયા છે. પરંતુ તરછોડી દિધેલા સંતાનોને ભુલ્યા નથી. બીજી તરફ વૃધ્ધાશ્રમનું સંચાલન કરતા મહંત વિવેકાનંદબાપુ પણ વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને  સાચવવામાં કોઇ ખામી ન રહે તે માટે સતત કાર્યશીલ રહે છે. પણ આ કોરોના કાળમાં વૃધ્ધોને પોતાનું ધર યાદ નથી આવતું પરંતુ પોતાના સંતાનો યાદ આવે છે. અને કહે છેકે ભલે અમને તરછોડી દીધા પરંતુ અમારા સંતાનો છે તે કેવી હાલતમાં છે તેની સતત ચિંતા કરી રહ્યા છે. અમે તો અહીયા ધર કરતા વધુ સુખી છીએ અને છેલ્લા ધણા સમયથી હોમ કોરન્ટાઇન છીએ પણ અમારા સંતાનો શું કરતા હશે તેવો વસવસો વૃધ્ધોના ચહેરા પર જોવા મળી રહ્યા છે. સાથે દુઃખ પણ વ્યક્ત કરતા હોય છે. કે સંતાનોએ ફોન કરીને પુછ્યુ નથી બા-બાપુજી કેમ છો ? તમે…ત્યારે આ વૃધ્ધો પોતાની વ્યથા ઠાલવતા હૈયુ પણ હચમચી જાય.

bukhari mufti 13 કોરોના કાળમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પોતાના સંતાનોની ચિંતા સતત સતાવી રહી છે, પરંતુ ....

13 વર્ષમાં એકજ વાર દિકરો આવ્યો હતો..નવીનભાઇ…

મુંબઇ નજીક આવેલ કલ્યાણ ગામના રહેવાસી વૃધ્ધે જણાવેલ કે હું છેલ્લા 13 વર્ષથી અહી છું.  મારે એકજ દિકરો છે. હું જાતે અહી આવ્યો છું પરંતુ 13 વર્ષમાં એકજ વાર મારો દીકરો આવ્યો હતો. તે પણ દિકરીના સગપણ નક્કી કરવા માટે આવ્યો હતો. આજ સુધી ફોન નથી આવ્યો.

bukhari mufti 15 કોરોના કાળમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પોતાના સંતાનોની ચિંતા સતત સતાવી રહી છે, પરંતુ ....

ધર કરતા અહી બહુ સારૂ છે…દિકરાનો ફોન આવે છે…ચંન્દ્રીકાબેન..

મૂળ ભાવનગર અને છેલ્લા 30 વર્ષથી કોડીનાર રહેતા ચંન્દ્રીકાબેનએ જણાવેલ કે એક દિકરો અને 3 દિકરી છે. 10 મહીનાથી અહી રહું છું વૃધ્ધાશ્રમમાં આવાનું કારણ વહુને હું ગમતી નથી તેથી મને રાખવી નથી. મારાથી દિકરાનું ધર ભંગાય નહીં.  તેથી હું આવી છું.  દિકરો મુકી ગયો હતો. મને ધર કરતા અહી બહું ગમે છે. દિકરોનો ફોન આવે છે.

bukhari mufti 14 કોરોના કાળમાં વૃધ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધોને પોતાના સંતાનોની ચિંતા સતત સતાવી રહી છે, પરંતુ ....

કોરોના કાળમાં છેલ્લા 1 વર્ષ વૃધ્ધોની સારસંભાળ રખાય છે…મહંત વિવેકાનંદબાપુ
ગૃપ્ત પ્રયાગના મહંત વિવેકાનંદ બાપુએ જણાવેલ કે છેલ્લા એક વર્ષથી કોરોના કાળ વચ્ચે તમામ વૃધ્ધો કોરન્ટાઇન છે ત્યારે અહીથી બહાર નિકળવા દેતા નથી અને નિયમ અનુસાર સાળસંભાળ રખાય છે. તમામ વૃધ્ધોને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવેલ છે.