રેસ્ક્યુ/ સુરતના વાંસકુઇ ગામના કૂવામાં દિપડો પડી જતા હેમખેમ બહાર કઢાયો

રેશ્ક્યૂ ઓપરેશનદિપડાને બચાવવામાં આવ્યો

Gujarat
દિપડો સુરતના વાંસકુઇ ગામના કૂવામાં દિપડો પડી જતા હેમખેમ બહાર કઢાયો

 સુરત જિલ્લાના મહુવા તાલુકાના વાંસકૂઇ ગામે ગઇકાલે રાત્રે 9 કલાકે કૂવામાં એક દીપડો પડી ગયો હતો.કૂવામાં પડી ગયેલા દિપડાને જોવા માટે ગ્રામજનો ઉમટ્યા હતા. આની જાણ વન વિભાગને કરવામાં આવી હતી.વન વિભાગ ટીમ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી દિપડાને બચાવ્યો હતો.

ગામના ઇશ્વરભાઇ ચૈધરીના ઘરની પાછળ આવેલા કૂવામાં એક દીપડો પડી ગયો હતો ,આ ઘટનાની જાણ ગ્રામજનોને થતાં સમગ્ર ગામ કૂવામાં પડેલા દિપડાને જોવા માટે ભેગા થયા. ગામના સરપંચે ત્તકાલ ધોરણે વનવિભાગને દિપડા વિશે જાણ કરી અને વન વિભાગ સત્વરે ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

વન વિભાગો દિપડાનું રેશ્ક્યૂ ઓપરેશન હાથ. કૂવો 50 થી 60 ફૂટ ઉંડો હતો તેથી વન વિભાગે ક્રેન મંગાવી, ક્રેનની મદદથી એક ખાટલો કૂવામાં ઉતારવામાં આવ્યો અને દિપડો ખાટલામાં ચઢી જતાં તેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વન વિભાગ દ્ધારા આ  દિપડો 2 વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે.  દિપડો બહાર આવતાની સાથે જ કોઇને પણ નુકશાન પહોંચાડ્યા વિના કુદકો  મારીને ખેતર તરફ જતો રહ્યો હતો.