સડક દુર્ઘટના/ વીરપુર હાઇવે ઉપર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત

વીરપુર હાઇવે પર આવેલ અમરદીપ હોટેલ સામે એક ટ્રક અને ટાટા 407 નો અકસ્માત સર્જાયો હતો,જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.તાલાળા થી કેરીના બોક્ષ ભરીને સુરેન્દ્રનગર જતા સુરેન્દ્રનગરના રહેવાસી યોગેશભાઈ પાટડીયા તેમજ તેમના પત્ની શ્રદ્ધાબેન પાટડીયા તેમજ યોગેશભાઈના મિત્ર વિપુલભાઈ મૂઢવા પોતાના ટાટા 407 નં.GJ-07-Y-0416 લઈને સુરેન્દ્રનગર જતા હતા ત્યારે રસ્તામાં વીરપુર […]

Gujarat
Untitled 99 વીરપુર હાઇવે ઉપર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત

વીરપુર હાઇવે પર આવેલ અમરદીપ હોટેલ સામે એક ટ્રક અને ટાટા 407 નો અકસ્માત સર્જાયો હતો,જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.તાલાળા થી કેરીના બોક્ષ ભરીને સુરેન્દ્રનગર જતા સુરેન્દ્રનગરના રહેવાસી યોગેશભાઈ પાટડીયા તેમજ તેમના પત્ની શ્રદ્ધાબેન પાટડીયા તેમજ યોગેશભાઈના મિત્ર વિપુલભાઈ મૂઢવા પોતાના ટાટા 407 નં.GJ-07-Y-0416 લઈને સુરેન્દ્રનગર જતા હતા ત્યારે રસ્તામાં વીરપુર પાસે અમરદીપ હોટેલ સામે હાઇવે પર આગળ જતાં ટ્રક નં.GJ- 01- BY- 3449 નંબરના ટ્રક ચાલકે અચાનક બ્રેક મારી વળાંક લેતા પાછળ આવતા ટાટા 407 ના ડ્રાઇવર વિપુલભાઈએ કાબુ ગુમાવતા ટ્રક પાછળ ટાટા 407 ટકરાતા ટાટા 407નો બુકડો બોલી ગયો હતો જ્યારે તેમાં બેસેલા શ્રદ્ધાબેન યોગેશભાઈ પાટડીયા ઉ.28નું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે યોગેશભાઈ પાટડીયા તેમજ ડાઇવર વિપુલભાઈ મૂઢવાને સામાન્ય ઇજા પહોંચી હતી,ઘટનાની જાણ થતા જ વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રક ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા વ્યક્તિને વીરપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં મૃત્યુ થનાર મહિલાની ડેડબોડીને વીરપુર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડી વધુ તપાસ વીરપુર પોલીસે હાથ ધરી હતી.